~Brahma Kumaris performs the groundbreaking ceremony for the Jagdamba Saraswati Meditation Centre at Abu foothills, offering Rajyoga meditation experiences to devotees and tourists.
Gandhinagar, Gujarat, Oct 16 (VNI): બ્રહ્માકુમારીઝ દ્વારા આબુ તળેટી ખાતે જગદંબા સરસ્વતી ધ્યાનકેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન આધ્યાત્મિક અનુભૂતિ અને રાજયોગ ધ્યાન દ્વારા માતેશ્વરી મમ્મા જગદંબા સરસ્વતીની શક્તિઓનો અનુભવ કરાવવાના હેતુથી આ ધ્યાનકેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.
બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજક શશીકાન્ત ત્રિવેદી અને ભરત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા નવરાત્રિના પર્વ નિમિત્તે દેશભરમાં આશરે 3,000 સેવાકેન્દ્રો પર નવ ચૈતન્ય દેવીઓની ભવ્ય ઝાંખીઓનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીની શક્તિઓનો પરિચય કરાવવા અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમોને ગુજરાતમાં પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના આશરે 151 સેવાકેન્દ્રો પર યોજાયેલી ઝાંખીઓનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
નવરાત્રિ દરમિયાન આબુ જતા પર્યટકો માટે તળેટી ખાતે આવેલા શાંતિ સરોવર પર નિર્માણ પામનાર ‘મા જગદંબા સરસ્વતી ધ્યાનકેન્દ્ર’ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. સંસ્થાનાં વડાં મોહિની દીદીજી તથા વરિષ્ઠ બ્રહ્માકુમાર ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં શુક્રવારે આ ધ્યાનકેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ધ્યાનકેન્દ્રમાં એકસાથે આશરે 500 શ્રદ્ધાળુઓ માતેશ્વરી મમ્મા જગદંબા સરસ્વતીની નવદુર્ગા સ્વરૂપની આધ્યાત્મિક સ્થિતિનાં વાઇબ્રેશનનો રાજયોગ ધ્યાનના માધ્યમથી અનુભવ કરી શકશે. આ પહેલથી આબુ તળેટીમાં આધ્યાત્મિક પર્યટનને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
આગામી મહિનામાં ધ્યાનકેન્દ્રનું નિર્માણ કાર્ય પૂર્ણ કરીને તેને સેવા માટે સમર્પિત કરવામાં આવશે. ત્યારબાદ દેશ-વિદેશમાંથી આવતા પર્યટકો અને શ્રદ્ધાળુઓ આ આધ્યાત્મિક કેન્દ્રનો લાભ લઈ શકશે. VNI NEWS, બ્રહ્માકુમારીઝ, જગદંબા સરસ્વતી ધ્યાનકેન્દ્ર, આબુ તળેટી, શાંતિ સરોવર, મોહિની દીદીજી, રાજયોગ ધ્યાન, નવરાત્રિ, આધ્યાત્મિક પર્યટન, જગદંબા સરસ્વતી ધ્યાનકેન્દ્ર, બ્રહ્માકુમારીઝ આબુ તળેટી, Jagdamba Saraswati Meditation Centre, Brahma Kumaris, Rajyoga Meditation, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *