Spread the love

Vadodara, Gujarat, May 23, ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાડવામાં આવી રહેલ છે.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ જણાવ્યું કે આજ રોજ તારીખ 23.5.25, માં જૂનિયર બોયસ ના નોક આઉટ ના 2 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં એઆરએ એફસી એ ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય મેળવેલ એઆરએ એફસી ના માનવીરસિંહ મેન ઓફ ધી મેચ થયેલ. દ્વિવેદી બ્રધર્સ એસસી એ પ્રોગ્રેસિવ એફસી પર 10-2 થી વિજય મેળવેલ, દ્વિવેદી બ્રધર્સ ના ધીરજ યદુલ્લા મેન ઓફ ધી મેચ થયેલ.
આજ થી શરૂ થયેલ સિનિયર વુમન્સના મેચ માં એસએજી એફએ એ રોયલ લાયન પર 6-0 થી વિજય હાસિલ કરેલ. એસએજી એફએ ની ભરતી બારોટ મેન ઓફ ધી મેચ થયેલ. એસએજી એફએ (રિઝર્વ) એ નવરચના એસએ પર 8-1 થી વિજય હાસિલ કરેલ. એસએજી એફએ (રિઝર્વ) ની રક્ષા સોલંકી મેન ઓફ ધી મેચ થયેલ. સમિક્ષા એફસી એ બરોડા એફએ પર 3-0 થી વિજય હાસિલ કરેલ. સમિક્ષા એફસી ની નેહા મુક્તિ મેન ઓફ ધી મેચ થયેલ. એઆરએ એફસી એ ડીઓડીજીઇઆરએસ એફસી પર 5-0 થી વિજય હાસિલ કરેલ. એઆરએ એફસી ની દ્રસ્ટી પંથ મેન ઓફ ધી મેચ થયેલ.
આવતી કાલ અને જૂનિયર બોયસ ના નોક આઉટ મેચ અને સિનિયર વુમન્સના લિગ મેચ રમાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *