~Rup Singh Thakor, Anjanaben Mehta and Mahendrabhai Patel have been appointed Mayor, Deputy Mayor and Standing Committee Chairman of Gandhinagar Municipal Corporation following BJP’s victory.
Gandhinagar, Gujarat, Nov 03 (VNI) : ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પટેલ (દાસ)ની મંગળવારે વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ભવ્ય વિજય બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માંથી ચૂંટાયેલા રૂપસિંહ ઠાકોરની મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. 1નાં નગરસેવિકા અંજનાબેન મહેતાને ડેપ્યુટી મેયર તરીકે અને વોર્ડ નં. 9ના નગરસેવક મહેન્દ્રભાઈ પટેલ (દાસ)ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત સેજલબેન પરમારની દંડક તરીકે અને જસપાલસિંહ બિહોલાની શાસક પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી. આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના વિવિધ પદાધિકારીઓની નિયુક્તિની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવવા ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સહિત ભાજપના આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. VNI NEWS, Gandhinagar Municipal Corporation Mayor, Rup Singh Thakor, Anjanaben Mehta, Mahendrabhai Patel, Gandhinagar BJP, Gandhinagar Municipal Corporation, Gandhinagar Municipal Corporation, Rup Singh Thakor, Anjanaben Mehta, Mahendrabhai Patel, Gandhinagar Mayor, Deputy Mayor, Standing Committee Chairman, BJP Gujarat, VNINews, VNINews.com
