~GTUમાં ડૉ. વૈભવ ભટ્ટે કાર્યકારી કુલપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે રિસર્ચ, ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રી-રેડી શિક્ષણને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

~રિસર્ચ અને ઇનોવેશનમાં યુનિવર્સિટીને વધુ આગળ લઈ જવા પ્રયાસ કરીશ: વૈભવ ભટ્ટ

Ahmedabad, Gujarat, Aug. 04 (VNI): ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)માં ડૉ. વૈભવ ભટ્ટને કાર્યકારી કુલપતિ (ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડૉ. રાજુલ ગજ્જરની કાર્યાવધિ પૂર્ણ થતાં તેમણે મંગળવારે કાર્યભાર સંભાળ્યો હતો. નવા કુલપતિની નિયમિત નિમણૂક સુધી તેઓ આ જવાબદારી નિભાવશે.
કાર્યભાર સંભાળ્યા બાદ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું કે GTU આજે ઉચ્ચ શૈક્ષણિક સ્તરે પહોંચી છે અને યુનિવર્સિટીનું કાર્ય માત્ર ડિગ્રી આપવાનું નહીં પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ સફળ કારકિર્દી માટે સંપૂર્ણ રીતે સજ્જ બનાવવાનું છે.
તેમણે જણાવ્યું કે GTUના વિદ્યાર્થીઓ આજે ઇન્ડસ્ટ્રી-રેડી બની રહ્યા છે અને યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ, ઇનોવેશન તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ડૉ. ભટ્ટે ઉમેર્યું કે આગામી સમયમાં રિસર્ચ અને ઇનોવેશનના ક્ષેત્રમાં GTUને વધુ આગળ લઈ જવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવશે, જેથી યુનિવર્સિટી રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થાન મેળવી શકે. VNI NEWS, GTU, Vaibhav Bhatt, Acting Vice Chancellor GTU, GTU Research, GTU Innovation, Gujarat Technological University, Vice Chancellor, Research, Innovation, Higher Education, Ahmedabad, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *