~અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને UGC તરફથી Category-II Graded Autonomyની માન્યતા મળી છે. આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની છે.

Ahmedabad, Gujarat, Aug. 04 (VNI):
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા Category-II Graded Autonomyની માન્યતા મળી છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી બની છે. UGCએ 29 જુલાઈ, 2026ના રોજ UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 હેઠળ આ માન્યતા આપી છે.
યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, આ માન્યતા શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન, નવીનતા, સુશાસન, સંસ્થાકીય વિકાસ, આંતરરાષ્ટ્રીયકરણ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવેલા સતત પ્રયાસોની નોંધપાત્ર સિદ્ધિ છે. આ માન્યતા મળતાં યુનિવર્સિટી હવે UGCની પૂર્વમંજૂરી વિના નવા કોર્સ, અભ્યાસક્રમો, વિભાગો, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે.
Category-II Graded Autonomy હેઠળ ગુજરાત યુનિવર્સિટી ઉદ્યોગલક્ષી, કૌશલ્ય આધારિત અને National Skills Qualification Framework (NSQF)ને અનુરૂપ નવા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી શકશે. ઉપરાંત, મંજૂર અધ્યાપક સંખ્યાના વધારાના 20 ટકા સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક તેમજ મંજૂર વિદ્યાર્થી સંખ્યાના વધારાના 20 ટકા સુધી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સગવડ પણ મળશે.
યુનિવર્સિટી Open and Distance Learning (ODL) દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનો વિસ્તાર કરી શકશે તેમજ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ, સંશોધન અને નવીનતાને વધુ વેગ મળશે. યુનિવર્સિટીનું માનવું છે કે આ સ્વાયત્તતા વિકસિત ગુજરાત @2047 અને વિકસિત ભારત @2047ના લક્ષ્યોને અનુરૂપ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, સંશોધન, રોજગારક્ષમતા અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવશે. VNI NEWS, Gujarat University, UGC Category II, Graded Autonomy, Gujarat University Autonomy, Higher Education Gujarat, UGC, Category II, Graded Autonomy, Higher Education, Ahmedabad, Gujarat, NEP 2020, Education, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *