~Gujarat launches a ₹10 crore Growth Fund to support technology startups with grants up to ₹30 lakh and funding assistance up to ₹2 crore.
Gandhinagar, Gujarat, Nov 04 (VNI) : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા રાજ્યમાં ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ₹10 કરોડના ‘ગ્રોથ ફંડ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સના નવીન વિચારોના વ્યાપારીકરણને વેગ આપવાનો અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-2047’ના વિઝનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત યોગદાન આપવાનો છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર દ્વારા ‘ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોપ્રેન્યોરશિપ (GInTech) કોન્ક્લેવ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ગ્રોથ ફંડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ ફંડ માટે ₹10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
યોજના હેઠળ TRL-4 સુધીના પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને પ્રૂફ-ઓફ-કોન્સેપ્ટ, ટેક્નોલોજી વેલિડેશન, ટ્રાયલ્સ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ₹30 લાખ સુધીની ગ્રાન્ટ સહાય મળશે. જ્યારે TRL-5 અને તેનાથી આગળના અદ્યતન તબક્કાના સ્ટાર્ટઅપ્સને પાઇલટ મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન, પિવોટિંગ અને બજારમુખી વિકાસ માટે પ્રતિ સ્ટાર્ટઅપ ₹2 કરોડ સુધીની ઇક્વિટી-લિંક્ડ કન્વર્ટિબલ ફંડિંગ સહાય મેળવવાની પાત્રતા રહેશે.
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશમાં આશરે 2.60 લાખ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે, જેમાંથી ગુજરાતમાં અંદાજે 18,000થી 20,000 સ્ટાર્ટઅપ્સ સક્રિય છે. આ આંકડા ગુજરાતના મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને દેશના ઇનોવેશન ક્ષેત્રમાં રાજ્યની અગ્રેસર ભૂમિકાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનો હવે નોકરી શોધવાને બદલે પોતાના નવીન વિચારોના આધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરી અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે.
મંત્રી એ જણાવ્યું હતું કે ગ્રોથ ફંડ ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને તેમના નવીન વિચારોને પ્રયોગશાળાથી બજાર સુધી પહોંચાડવા માટે જરૂરી નાણાકીય સહાય અને વિકાસની તક પૂરી પાડશે. તેમણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર ગુજરાતના પ્રદર્શન, શ્રેષ્ઠ ઇનોવેશન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નવીનતાઓને પ્રોત્સાહન આપવાની રાજ્યની યોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
કોન્ક્લેવ દરમિયાન ગુજરાતના છ ઝોનમાં STBIના આઠ પ્રાદેશિક ઇનોવેશન સેલ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોહોર્ટ આધારિત એક્સિલરેશન પ્લેટફોર્મ, આત્મનિર્ભર ગુજરાત ફેલો અને શેડો ઇન્ટર્નને પ્રોત્સાહન આપવા સંબંધિત પહેલો રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે જાણીતી એક્સિલરેટર એજન્સીઓ સાથે MoU પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં STBIના ડાયરેક્ટર ડૉ. આનંદ ભાડળકર સહિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઉદ્યોગ જગત, રોકાણકારો, ઇન્ક્યુબેટર અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Gujarat Growth Fund, Gujarat Startup Funding, GInTech Conclave 2026, Gujarat Startup Ecosystem, Technology Startups Gujarat, Arjun Modhwadia, Gujarat Government, Growth Fund, Startup Funding, GInTech Conclave 2026, Science and Technology Department, Gujarat Startups, Technology Innovation, Startup Ecosystem, Arjun Modhwadia, STBI, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *