Vadodara, Gujarat, May 20, ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 નો આજરોજ થી બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે સાનદાર પ્રારંભ થયો છે.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ જણાવ્યું કે ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 માં ગુજરાત સ્ટેટ ની નામાંકિત ક્લબો ભાગ લઈ રહેલ છે. જૂનિયર બોયસ ની 19 ટીમો, સીનિયર મેન્સ ની 11 ટીમો અને સીનિયર વુમન્સ ની 10 ટીમો ભાગ લઈ રહેલ છે.
આજ રોજ તારીખ 20.5.25, માં જૂનિયર બોયસ ના 7 મેચો રમાડવા માં આવેલ તેના રીજલ્ટ માં ચાંદખેડા એફસી એ વેદાંતા એફસી પર 5-2 થી વિજય મેળવેલ, ચાંદખેડા એફસી ના રિયાન વાકપૈઇજન મેન ઓફ ધી મેચ થયેલ. રેન્જર એફએ એ ડીડીએફસી ભરુચ પર 12-2 થી વિજય મેળવેલ, રેન્જર એફએ ના પ્રાંજલ સુથાર મેન ઓફ ધી મેચ થયેલ. એઆરએ એફસી એ ઇટીએફસી પર 3-1 થી વિજય મેળવેલ, એઆરએ એફસી ના કિશન સિંહ મેન ઓફ ધી મેચ થયેલ. બરોડા એફએ એ બીએસપીએફએ સુરત પર 6-3 થી વિજય મેળવેલ, બરોડા એફએ ના અરિહંત રાજપુરોહિત મેન ઓફ ધી મેચ થયેલ. રેવ્સ એફએ એ પ્રતાપ શેખાવત એફસી પર 6-2 થી વિજય મેળવેલ, રેવ્સ એફએ ના જ્યોતિરાદિત્વ બારિયા મેન ઓફ ધી મેચ થયેલ. દ્વિવેદી બ્રધર્સ એફસી એ બરોડા વંડર્સ એકેડમી પર 7-3 થી વિજય મેળવેલ, દ્વિવેદી બ્રધર્સ ના ધીરજ યદુલ્લા મેન ઓફ ધી મેચ થયેલ. એસએજી એફએ એ ભીલાડ એફસી પર 9-0 થી વિજય મેળવેલ, એસએજી એફએ ના ધ્રુવરાજસિંહ ઝાલા મેન ઓફ ધી મેચ થયેલ.
આવતી કાલે પણ જૂનિયર બોયસ ના 7 મેચ રમાડવામાં આવશે.
