~Gujarat Vidyapith volunteers and students demonstrated spinning on the charkha in over 330 Ahmedabad schools, reaching more than 135,000 students on Rentiya Baras.

Ahmedabad, Gujarat, Oct 07 (VNI): રેંટીયા બારસ નિમિત્તે ગૂગુજરાત વિદ્યાપીઠના 200 જેટલા સેવકો અને 1,800થી વધુ વિદ્યાર્થીઓએ અમદાવાદની 330થી વધુ શાળાઓમાં બુધવારે 1,35,000થી વધુ વિદ્યાર્થીઓને રેંટીયા કાંતણનું નિદર્શન કર્યું હતું.
મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ગૂગુજરાત વિદ્યાપીઠ દ્વારા રેંટીયા બારસ (ભાદરવા વદ બારસ) નિમિત્તે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં રેંટીયા કાંતણના નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત ગૂગુજરાત વિદ્યાપીઠના 200 જેટલા સેવકો અને 1,800થી વધુ વિદ્યાર્થીઓની વિવિધ ટુકડીઓ દ્વારા અમદાવાદ શહેરના 48 વોર્ડમાં આવેલી 330થી વધુ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન 1,35,000થી વધુ વિદ્યાર્થીઓ સમક્ષ રેંટીયાનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ રેંટીયાનું મહત્વ અને ગાંધીજીના સ્વદેશી તથા સ્વાવલંબનના વિચારો અંગે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને માત્ર રેંટીયાનું નિદર્શન કરાવવામાં આવ્યું નહોતું, પરંતુ તેમને રેંટીયો ચલાવવાની અને રેંટીયા કાંતણ શીખવાની તક પણ આપવામાં આવી હતી. રેંટીયો શીખવા અને ચલાવવા માટે બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોએ રેંટીયા કાંતણ શીખવા માટે ઉત્સાહપૂર્વક પ્રયાસો કર્યા હતા અને રેંટીયો ચલાવવાની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લીધો હતો.
આ સાથે બાળકોને સ્વદેશી અને સ્વાવલંબન પ્રત્યે સ્વમાન કેળવવા તેમજ મહાત્મા ગાંધીજીના આ વારસાને આગળ વધારવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ગૂગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સ્વદેશી અને સ્વાવલંબનનો ભાવ કેળવવાનો તથા મહાત્મા ગાંધીજીના વિચારો અને વારસાને નવી પેઢી સુધી પહોંચાડી તેને આગળ ધપાવવાનો રહ્યો હતો. VNI NEWS, Gujarat Vidyapith, Rentiya Baras, Charkha Spinning, Ahmedabad Schools, Mahatma Gandhi, Swadeshi, Self Reliance, Gujarat, Students, Gujarat Vidyapith Rentiya Baras, charkha spinning demonstration Ahmedabad, Swadeshi and self reliance, Gujarat Vidyapith students, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *