~Gujarat Vidyapith will conduct spinning wheel demonstrations in 351 schools on October 7, reaching over 1.35 lakh students with Gandhian ideas of khadi, swadeshi and self-reliance.

Ahmedabad, Gujarat, Oct 05 (VNI): રેંટીયા બારસ નિમિત્તે 7 ઓક્ટોબરના રોજ ગુજરાત વિદ્યાપીઠના 200 જેટલા સેવકો અને 1,800થી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરના 48 વોર્ડની 351 મ્યુનિસિપલ શાળાઓમાં રેંટીયાનું પ્રત્યક્ષ નિદર્શન કરશે. મહાત્મા ગાંધીજીના સ્વદેશી, સ્વાવલંબન અને ખાદીના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈને શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ રેંટીયાનું પ્રત્યક્ષ નિદર્શન કરશે. આ સાથે રેંટીયાના મહત્વ તેમજ ગાંધીજીના સ્વદેશી અને સ્વાવલંબનના વિચારો અંગે સમજ આપવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા આશરે 1,35,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી રેંટીયાનો સંદેશ પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા 34 જેટલા ખાદી ઉત્પાદકોના સ્ટોલ સાથે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી જયંતીના રોજ કુલાધિપતિ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીની ઉપસ્થિતિમાં ગાંધી જન્મદિન નિમિત્તે ખાદી ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમાં ખાદીની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ખાદીનાં વસ્ત્રો ઉપરાંત વિવિધ પ્રકારની ખાદી અને ગ્રામોદ્યોગની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ગાંધી જન્મદિનથી શરૂ થયેલા આ ખાદી ઉત્સવની રેંટીયા બારસના દિવસે શાળાના બાળકો સાથેના રેંટીયા નિદર્શન કાર્યક્રમ દ્વારા પૂર્ણાહુતિ થશે. સમગ્ર આયોજન દ્વારા ગાંધીજીના રેંટીયા, ખાદી, સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. VNI NEWS, Gujarat Vidyapith, Rentiyo Baras, Mahatma Gandhi, Khadi, Swadeshi, Self Reliance, Ahmedabad Schools, Khadi Utsav, Gandhian Ideas,  Gujarat Vidyapith Rentiyo Baras, Rentiyo demonstration in schools, Khadi and Swadeshi, Gandhian ideas, Ahmedabad schools, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *