Spread the love

~180થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની દાંડીકૂચ દિન દાંડીયાત્રામાં ભાગીદારી
~“ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું વિમોચન
Ahmedabad, Gujarat, March 11, મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 12 માર્ચના રોજ 97માં દાંડીકૂચ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને સવારે 8:30 વાગ્યે પ્રસ્થાન વિધિ યોજાશે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ સ્મૃતિ યાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠના 150થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જોડાશે. આ ઉપરાંત રાષ્ટ્ર જાગરણ પ્રતિષ્ઠાન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીના 30 જેટલા વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં ભાગ લેશે.
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આવેલું ‘પ્રાણજીવન વિદ્યાર્થી ભવન’, જે ગાંધીજી દ્વારા 1930માં શરૂ કરાયેલી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રથમ પડાવ હતું, ત્યાં આ પદયાત્રાનો અંત આવશે અને પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગે “ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ત્યારબાદ પદયાત્રીઓ સાથે દાંડીકૂચ વિષય પર વિશેષ વાર્તાલાપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *