~HDFC Bank conducted over 8,800 Cyber Fraud Suraksha workshops from July to October 2026, educating more than 1.8 lakh citizens about cyber fraud prevention, safe digital banking and online transaction security.

Ahmedabad, Gujarat, Oct 22 (VNI): સાઇબર છેતરપિંડી સામે સુરક્ષા મજબૂત બનાવવા અને ગ્રાહકોમાં ડિજિટલ બેંકિંગ અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી એચડીએફસી બેંકે દેશવ્યાપી ‘સાઇબર ફ્રોડ સુરક્ષા’ અભિયાન હેઠળ 8,800થી વધુ જાગૃતિ વર્કશોપ યોજી હતી. જુલાઈથી ઑક્ટોબર 2026 દરમિયાન યોજાયેલા આ વર્કશોપ દ્વારા દેશભરમાં 1.8 લાખથી વધુ નાગરિકો સુધી પહોંચીને તેમને સાઇબર સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
એચડીએફસી બેંકના ક્રેડિટ ઇન્ટેલિજન્સ એન્ડ કન્ટ્રોલ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકો અને સામાન્ય નાગરિકોને સાઇબર છેતરપિંડીનાં બદલાતાં સ્વરૂપો વિશે માહિતગાર કરવાનો, સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમના નિર્માણમાં યોગદાન આપવાનો હતો.
આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કૉલેજોના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશન્સ (RWA), કૉર્પોરેટ ઑફિસો, સામુદાયિક મંચો, સ્વસહાય જૂથો, બેંકના ગ્રાહકો અને કર્મચારીઓ માટે ઇન્ટરેક્ટિવ વર્કશોપ યોજવામાં આવ્યા હતા. આ સત્રો દ્વારા સહભાગીઓને ડિજિટલ બેંકિંગ દરમિયાન સાવચેતી રાખવા અને સાઇબર છેતરપિંડીથી બચવા માટેની વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
વર્કશોપમાં વાસ્તવિક જીવનના ઉદાહરણો, વિવિધ કિસ્સાઓ અને વીડિયો દ્વારા સાઇબર ગુનેગારોની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી હતી. તેમાં ડિજિટલ અરેસ્ટ, રોકાણના નામે છેતરપિંડી, નોકરીની લાલચ આપીને થતી છેતરપિંડી, APK ફાઇલ સ્કેમ અને QR કોડ સ્કેમ સહિત સાઇબર છેતરપિંડીનાં વિવિધ પ્રકારો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, સુરક્ષિત નેટ બેંકિંગ અને ઑનલાઇન શૉપિંગ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ, સુરક્ષિત ઑનલાઇન લેવડદેવડ અને ‘વિજિલ આન્ટી’ના મહત્ત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સહભાગીઓને OTP, CVV, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો તેમજ UPI PIN જેવી સંવેદનશીલ બેંકિંગ માહિતી કોઈની સાથે શૅર નહીં કરવા અને અજાણી લિંક અથવા શંકાસ્પદ ફાઇલથી સાવચેત રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે, “સાઇબર ગુનો એક ગંભીર જોખમ છે અને જાગૃતિના અભાવે ઘણી વાર લોકો સાઇબર છેતરપિંડીનો ભોગ બને છે. આથી, નાગરિકોમાં જાગૃતિ પેદા કરવી ખૂબ જ જરૂરી છે. આ અભિયાનનો ઉદ્દેશ સહભાગીઓને છેતરપિંડી કરનારાઓ દ્વારા અપનાવવામાં આવતી વિવિધ કાર્યપદ્ધતિઓ અને સુરક્ષિત બેંકિંગની પદ્ધતિઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ સતર્ક રહે, છેતરપિંડીની નવી રીતોથી વાકેફ રહે અને તેનો ભોગ બનવાથી બચી શકે.”
એચડીએફસી બેંકે ગ્રાહકોને ડિજિટલ લેવડદેવડ દરમિયાન સાવચેત રહેવા, સુરક્ષિત બેંકિંગ પદ્ધતિઓ અપનાવવા અને પોતાની ગુપ્ત બેંકિંગ માહિતી કોઈની સાથે શૅર નહીં કરવા અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ સાઇબર છેતરપિંડીનો ભોગ બને, તો તેણે તાત્કાલિક પોતાની બેંકનો સંપર્ક કરવાની સાથે રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી જોઈએ. VNI NEWS, HDFC Bank, Cyber Fraud Suraksha, Cyber Fraud Awareness, Cyber Crime Prevention, Digital Banking Security, Manish Agrawal, Online Banking Safety, Digital Arrest Scam, UPI Fraud, QR Code Scam, APK File Scam, Cyber Crime Helpline 1930, Gujarat News, India News, HDFC Bank cyber fraud awareness workshops, Cyber Fraud Suraksha campaign 2026, HDFC Bank digital banking security, cyber fraud prevention India, cyber crime helpline 1930,

HDFC Bank cyber fraud awareness workshops, Cyber Fraud Suraksha campaign 2026, HDFC Bank digital banking security, cyber fraud prevention India, cyber crime helpline 1930

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *