~અમદાવાદમાં ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ના બીજા દિવસે હર્ષદેવ માધવે ભોજ અને ભાગ્યેશ જ્હાએ ‘સરસ્વતીકંઠાભરણ’ ગ્રંથ વિશે મનનીય વક્તવ્ય આપ્યું.
અમદાવાદ, ગુજરાત, ઑક્ટોબર 22 (VNI): ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ના બીજા દિવસે ગુરુવારે સંસ્કૃતસર્જક ‘ભોજ’ વિશે સંસ્કૃત સાહિત્યકાર હર્ષદેવ માધવે અને સંસ્કૃત ગ્રંથ ‘સરસ્વતીકંઠાભરણ’ વિશે સંસ્કૃતના અભ્યાસી, વક્તા અને કવિ ભાગ્યેશ જ્હાએ મનનીય વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય, સર્જન અને અલંકારશાસ્ત્રનાં વિવિધ પાસાં પર રસપ્રદ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
હર્ષદેવ માધવે ‘ભોજ’ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યોતિષીએ આગાહી કરી હતી કે ભોજ પંડિતોના પંડિત અને રાજાઓના રાજા બનશે. બીજી તરફ, ભાગ્યેશ જ્હાએ ‘સરસ્વતીકંઠાભરણ’ ગ્રંથની વિશેષતાઓ સમજાવતાં જણાવ્યું હતું કે આ ગ્રંથમાં શબ્દો અને અર્થોના 24 ગુણો તથા 24 અલંકારોનો ઉલ્લેખ છે. તેમણે કહ્યું કે આ અલંકારોમાં આખી દુનિયાનું પ્રતિબિંબ આ ગ્રંથમાં જોવા મળે છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’નું આયોજન 21થી 25 ઑક્ટોબર, 2026 દરમિયાન સતત પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે. બુધવારથી રવિવાર સુધી દરરોજ સાંજે 5:30 વાગ્યે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમનું આયોજન ઓમ કૉમ્યુનિકેશન દ્વારા મૈત્રેયી મહેશ લાલના સહયોગથી કરવામાં આવ્યું છે. VNI NEWS, સંસ્કૃતપર્વ 2026, વાગ્માધુરી, હર્ષદેવ માધવ, ભાગ્યેશ જ્હા, ભોજ, સરસ્વતીકંઠાભરણ, સંસ્કૃત સાહિત્ય, મનીષ પાઠક શ્વેત, ઓમ કૉમ્યુનિકેશન, અમદાવાદ સમાચાર, સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2026, ભોજ વિશે હર્ષદેવ માધવ, સરસ્વતીકંઠાભરણ વિશે ભાગ્યેશ જ્હા, અમદાવાદમાં સંસ્કૃત સાહિત્ય કાર્યક્રમ, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *