~વલસાડના પાલીહિલ વિસ્તાર પાસે આવેલા STP પ્લાન્ટમાં ભારે વરસાદને કારણે પાણી ભરાતાં ફસાયેલા ત્રણ મજૂરોનું NDRFની ટીમે સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કર્યું.

Valsad, Gujarat, July 22 (VNI): વલસાડમાં ભારે વરસાદને કારણે STP પ્લાન્ટમાં પાણી ભરાઈ જતાં ત્યાં ફસાયેલા ત્રણ મજૂરોનું NDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું.
વલસાડ શહેરના પાલીહિલ વિસ્તાર પાછળ આવેલા STP પ્લાન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં ત્રણ મજૂરો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ભારે જહેમત બાદ NDRFની ટીમે ત્રણેય મજૂરોને કોઈપણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર કરવામાં આવેલી આ બચાવ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિક લોકોએ NDRFની ઝડપી કામગીરી અને સતર્કતાની પ્રશંસા કરી હતી. VNI NEWS, Valsad STP Rescue, NDRF Rescue, Heavy Rain Valsad, Gujarat Rain News, Valsad, NDRF, STP Plant, Rescue Operation, Heavy Rain, Gujarat News, VNINews, VNINews.com
Valsad, NDRF, RescueOperation, HeavyRain, GujaratNews, STPPlant, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *