~પોલીસ તંત્ર, અન્યાય અને સામાન્ય માણસના આંતરિક સંઘર્ષને દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘રંગા’ હવે નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ છે.
Ahmedabad, Gujarat, July 11 (VNI): ગુજરાતી ફિલ્મ ‘રંગા’ હવે નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. સામાજિક સંદેશ અને રોમાંચક કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મ દર્શકોને વિચારતા કરી દે તેવી છે. જો તમે અર્થસભર ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરો છો, તો આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં.
ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે પોલીસ તંત્રના અન્યાયપૂર્ણ વર્તન અને પરિસ્થિતિઓના કારણે એક નિર્દોષ સામાન્ય માણસ કેવી રીતે લૂંટારો બનવા મજબૂર થાય છે. ત્યારબાદ તે જ વ્યક્તિ પોલીસ તંત્ર માટે કેવી રીતે મોટો પડકાર બની જાય છે, તે ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.
ફિલ્મમાં મેહુલ દેસાઈ ‘રંગા’ની મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે આરતી ભાવસાર ‘દેવી’ તરીકે અને જય રામી ‘સેનિયો’ તરીકે જોવા મળે છે. અમર કુબાવત અને ગૌરંગ આનંદ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન શ્રીકાંત ચૌધરીએ કર્યું છે. પ્રશાંત બસાવરાજ લક્કુંડી, પ્રિયંકા પ્રશાંત લક્કુંડી, ધવલ એન. પટેલ અને કૃપા ડી. પટેલ દ્વારા નિર્મિત અને લખાયેલી આ ફિલ્મ માણસના આંતરિક સંઘર્ષ, ગુસ્સા અને સમાજની વાસ્તવિકતાઓને સ્પર્શતી એક કાલ્પનિક કથા રજૂ કરે છે. VNI NEWS, Ranga Gujarati Film, Gujarati Cinema, Mehul Desai, Aarti Bhavsar, Gujarati Movie Release
