~Gujarat State Football Association is conducting the Reliance Cup Senior Men’s Inter District Football Tournament 2026 qualifier round in Gandhinagar with 18 district teams.

Gandhinagar, Gujarat, Sep 19 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ–2026ના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડ ગાંધીનગર ખાતે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ રહ્યા છે. આ ક્વાલિફાયર રાઉન્ડમાં રાજ્યની 18 ડિસ્ટ્રિક્ટ ટીમો ભાગ લઈ રહી છે.
ગાંધીનગર ખાતે રમાનારા ક્વાલિફાયર રાઉન્ડમાં મહેસાણા, અમરેલી, અરવલ્લી, સુરત, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, ગીર સોમનાથ, વલસાડ, ભાવનગર, ડાંગ, કચ્છ, નવસારી, તાપી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા અને દાહોદની ટીમોનો સમાવેશ થાય છે. આ તમામ ટીમોને 6 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
શનિવારે રમાયેલી ક્વાલિફાયર મેચમાં ભાવનગરની ટીમે વલસાડને 6-2થી હરાવ્યું હતું. ભાવનગર તરફથી કૃષ્ણાએ 3 ગોલ કર્યા હતા, જ્યારે ધ્રુવરાજ સિંહ, સુખમનજીત સિંહ અને માનવેન્દ્ર સિંહે 1-1 ગોલ નોંધાવ્યો હતો. વલસાડ તરફથી ધવલે 2 ગોલ કર્યા હતા.
બીજી મેચમાં કચ્છની ટીમે નવસારીને 3-0થી પરાજય આપ્યો હતો. કચ્છ તરફથી નરેન્દ્ર, આદેશ અને યસે 1-1 ગોલ કર્યો હતો. ત્રીજી મેચમાં દેવભૂમિ દ્વારકાની ટીમે સાબરકાંઠાને 2-0થી હરાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા તરફથી આર્યરાજ અને ધવલે 1-1 ગોલ કર્યો હતો.
આગામી દિવસે ભાવનગર અને ડાંગ, નવસારી અને તાપી તેમજ સાબરકાંઠા અને દાહોદ વચ્ચે મેચ રમાશે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. ટુર્નામેન્ટ રાજ્યના પ્રતિભાશાળી સિનિયર મેન્સ ફૂટબોલ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે. VNI NEWS, Reliance Cup 2026, Senior Men’s Inter District Football Tournament, Gujarat Football, GSFA, Gandhinagar Football, Football Tournament Gujarat, Bhavnagar Football, Kutch Football, Devbhoomi Dwarka Football, Reliance Cup 2026, Gujarat Senior Men’s Inter District Football Tournament, Gandhinagar Football Tournament, Gujarat State Football Association, Gujarat Football Teams, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *