Spread the love

Ahmedabad, Gujarat, Jan 25, સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ ફાઇનલ રાઉન્ડ માં તારીખ 25.1.26 ના રોજ રમાયેલ મેચ ના રિજલ્ટ, કર્ણાવતી એફસી એ ગુજરાત પોલીસ ને 3-2 થી, આરબીઆઇ એસસી એ ગોધરા એફસી ને 4-0 થી, દ્વિવેદી બ્રધર્સે માસ્ટર એફસી ને 4-0 થી, સીવીએમ એફસી એ સૂર્યવંશી એફસી ને 7-1 થી હરાવેલ.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન, સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે અંડર 13 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં ફ્લોરી એસએ એ સીવીએમ એફસી ને 3-1 થી, ઓજ એફસી એ સેવી સ્વરાજ એફસી ને 4-2 થી, બીએસપીએફએ સુરતે ગાંધીનગર એફસી ને 3-1 થી, બ્લૂ ટાઈગર એફસી એ એસકે યુનાઇટેડ ને 2-1 થી, એઆરએ એફસી એ કહાની એફસી ને 3-1 થી મહાત આપી હતી,
અંડર 15 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં એસએજી એફએ એ સેવી સેયરજ એફસી ને 4-0 થી, સિગનસ એફસી એ સૂર્યવંશી એફસી ને 7-1 થી, એઆરએ એફસી એ ઓજ એફસી ને 2-1 થી હરાવેલ. અંડર 17 ના બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં ઝેવિયશ યુનાઇટેડ એફસી એ બરોડા એફએ ને 5-0 થી મહાત આપેલ.
આજ રોજ કુલ જુદી જુદી કેટેગરી જુદા જુદા શહેરો માં કુલ 17 મેચો રામાડવા મા આવેલ અને બધા મેચો લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ફાઇનલ રાઉન્ડ ના સીનીયર, અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026.
22.01.26 ના રોજ રમાયેલ મેચ ના રિજલ્ટ: સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ ફાઇનલ રાઉન્ડ માં તારીખ 22.1.26 ના રોજ સૂર્યવંશી એફસી એ કર્ણાવતી એફસી ને 4-1 થી, ઇન્કમ ટેક્ષ ની ટીમે દ્વિવેદી બ્રધર્સ ને 1-0 થી, આરબીઆઇ એસસી એ સીવીએમ એફસી ને 1-0 થી મહાત આપેલ.