Spread the love

Ahmedabad, Gujarat, Aug 24, ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2025 નો સાનદાર પ્રારંભ 17/08/2025 થી થયેલ છે અને દરેક વીક એન્ડ માં ક્વાલિફાઇ રાઉન્ડ ના મેચ રમાય છે.
સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું કે તારીખ 23.8.25 ના રોજ રમાયેલ મેચ માં વડોદરા ની કીક જેક ટીમે દાનીલ પટેલ, ઉમેચ ચૌબે અને રોહિત ફરતીયાલ ગોલ ની મદદ થી ઝેવિયસ યુનાઇટેડ એફસી પર 3-2 થી વિજય મેળવેલ. ઝેવિયસ યુનાઇટેડ એફસી તરફથી શ્રેણિક જૈ-માનસ પંડ્યા એ 1-1 ગોલ કરેલ.
24.8.25 ના રોજ રમાયેલ મેચ માં દ્વિવેદી બ્રધર્સ એસસી વડોદરા એ મો મોરીશ ના 2 ગોલ અને ગોડવીન જોય ના 1 ગે મદદ થી બીએસપીએફએ સુરત ને 3-0 થી મહાત આપેલ.
ગુજરાત પોલીસ ફૂટબોલ ટીમે આશિષ રાણા અને પરમ માનસત્તા ના 1-1 ગોલ ની મદદ થી માસ્ટર એફસી ને 2-0 થી આપેલ. 2
સેવી સ્વરાજ એફસી અમદાવાદે અંકિત ઠાકુર, દક્ષ કલાલ અને ફુરબા યોલ્મો ના 1-1 ગોલ ની મદદ થી વડોદરા વંડર્સ = ને 3-2 થી મહાત આપેલ. વડોદરા વંડર્સ અકેડેમી તરફથી સિદ્ધાર્થ ગઢવી અને સંતોષ પરમારે 1-1 ગોલ કરેલ.