~વિશ્વ ગુજરાતી સમાજ અમદાવાદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ૧૬ સપ્ટેમ્બરથી ૭૬,૦૦૦ ઓર્ગેનિક શાકભાજીના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

Ahmedabad, Gujarat, Aug 22 (VNI): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ ગુજરાતી સમાજ અમદાવાદ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬થી ૭૬,૦૦૦ ઓર્ગેનિક શાકભાજીના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
માલતી મહેતાના જણાવ્યા અનુસાર, આ પહેલ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાર દરેક વ્યક્તિને ૧૦ ઓર્ગેનિક શાકભાજીના રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમાં ટામેટા, લાંબા રીંગણ, લીલા ગોળ રીંગણ, જાંબલી ગોળ રીંગણ, મરચાં, દૂધી, તુરીયા (રિજ ગોર્ડ) અને કાકડી સહિતના શાકભાજીના રોપાઓનો સમાવેશ થાય છે.
ઘર, ગાર્ડન અને ટેરેસમાં આ રોપાઓ કેવી રીતે ઉછેરવા તેમજ તેમની યોગ્ય માવજત કેવી રીતે કરવી તે અંગે લાભાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવશે. રોપાઓ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન બાદ રોપાઓ ક્યાંથી મેળવવાના છે તેની માહિતી રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
રોપાઓની વાવણી અને ઉછેર અંગે અમદાવાદમાં ખાસ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. વર્કશોપની તારીખ, સ્થળ અને અન્ય વિગતો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આપવામાં આવશે.
વિશ્વ ગુજરાતી સમાજ અમદાવાદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને હરિત અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ઉજવવા તથા પોતાના ઘરને હરિયાળું બનાવવાની સાથે સ્વસ્થ જીવનશૈલી તરફ એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું ભરવા સૌને આ પહેલમાં જોડાવા અપીલ કરી છે. VNI NEWS, Vishva Gujarati Samaj, Organic Vegetable Saplings, Narendra Modi Birthday, Ahmedabad, Organic Farming, Terrace Gardening, Healthy Lifestyle, Environment, 76000 organic vegetable saplings, free organic saplings Ahmedabad, organic farming Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *