~અમદાવાદમાં ગુજરાતી પ્રકાશક મંડળના આયોજન હેઠળ પુસ્તક પ્રકાશન ક્ષેત્રની તક, પડકારો અને પાયરસી અંગે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.
Ahmedabad, Gujarat, Aug 11 (VNI): ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ ઍન્ડ બુકસેલર્સના સહયોગથી ગુજરાતી પ્રકાશક મંડળ દ્વારા ‘ભારતમાં પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ: તક, પડકાર અને પાયરસી’ વિષય પર અમદાવાદમાં રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફેડરેશનના પ્રમુખ એસ. કે. ઘાઈ અને મંત્રી વિકાસ ચૌધરીએ ભારતીય પ્રકાશન ઉદ્યોગ અંગે પ્રાસંગિક પ્રવચનો આપતાં પુસ્તક પ્રકાશનના મહત્ત્વ તેમજ દેશમાં પ્રકાશન ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અંગે માહિતી આપી હતી. ગુજરાતી પ્રકાશક મંડળના કારોબારી સભ્ય દ્રષ્ટિ પટેલે ગુજરાતી પ્રકાશન ક્ષેત્ર સામેના પડકારો, તકો, પુસ્તક મેળાના લાભો અને ડિજિટલ યુગમાં પ્રકાશન પ્રવૃત્તિને આગળ વધારવાના માર્ગો અંગે રજૂઆત કરી હતી.
પરંપરાગત મુદ્રણ સાથે ડિજિટલ પ્રિન્ટિંગ અને ‘પ્રિન્ટ ઑન ડિમાન્ડ’ના માધ્યમથી વિશ્વભરમાં પુસ્તકો ઝડપથી પ્રકાશિત કરી તેનું વિતરણ કેવી રીતે કરી શકાય તે અંગે માનસ સૈકિયાએ માહિતી આપી હતી. મંડળના ભૂતપૂર્વ પ્રમુખ ધવલ જમનાદાસે શૈક્ષણિક પ્રકાશન ક્ષેત્ર માટે પડકારરૂપ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાયરસીનો સામનો કરવા અંગે ઉદાહરણો સાથે અસરકારક રજૂઆત કરી હતી.
ભારતમાં પાયરસીના વિષયના નિષ્ણાત સેષ શેષાદ્રીએ દેશ-વિદેશના પ્રકાશન વ્યવસાયને નડતા વિવિધ પ્રશ્નો અને પ્રકાશન ઉદ્યોગને નુકસાન પહોંચાડતી પાયરસી અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઉર્વિશ કંથારિયાએ કર્યું હતું, જ્યારે પ્રાસંગિક આવકાર હેતલ શાહે આપ્યો હતો.
આ પ્રસંગે દિલ્હાથી ફેડરેશનના પ્રમુખ અને મંત્રી સહિત દસ સભ્યોની સમિતિએ ગુજરાતની મુલાકાત લીધી હતી. IndianPublishing, BookPublishing, PublishingIndustry, BookPiracy, DigitalPublishing, Ahmedabad, VNINews, VNINews.com NEWS, Indian Publishing Industry, Book Publishing, Gujarati Publishers Association, Publishing Challenges, Book Piracy, Digital Printing, Print on Demand, Book Publishing in India, Digital, VNINews, VNINews.com
