~GIPCA અમદાવાદ ખાતે ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં જેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોન વાઇઝ કબડ્ડી અને રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું.

Ahmedabad, Gujarat, Aug 30 (VNI): ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA), અમદાવાદ ખાતે ક્રાઇમ ડીજીપી ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં જેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોન વાઇઝ કબડ્ડી તેમજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત Nationwide Celebration of National Sports Day 2026 અંતર્ગત 28થી 30 ઓગસ્ટ દરમિયાન ‘ખેલેગા ભારત, જીતેગા ભારત’ થીમ હેઠળ વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ રહી છે. તેના ભાગરૂપે GIPCA ખાતે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. રાવે જણાવ્યું હતું કે રમતગમત શારીરિક ક્ષમતા સાથે ટીમ ભાવના અને શિસ્ત કેળવવાનું ઉત્તમ માધ્યમ છે. પોલીસ આવાસ નિગમ દ્વારા ફેઝ-1 અંતર્ગત GIPCAનું અદ્યતન નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. નવનિર્મિત કેમ્પસમાં જેલ સહાયકથી નાયબ અધિક્ષક સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાઈબ્રેરી સહિતની આધુનિક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ ખાતે યોજાનાર ઓલિમ્પિક તેમજ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને GIPCA પરિસરમાં વિવિધ રમતોના આધુનિક ગ્રાઉન્ડ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ તાલીમાર્થીઓને મળશે. ડીજીપીએ હાલ નવ માસની પાયાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ‘DGP Cup 2026-27 – Gujarat Police Wrestling Cluster Competition’માં રાજ્યની 22 ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત જેલ વિભાગના ખેલાડીઓએ 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 14 મેડલ જીતીને પ્રતિષ્ઠિત ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી હતી. ડો. રાવે જેલ વિભાગના ખેલાડીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આગામી ‘ગુજરાત પોલીસ DGP Cup Kabaddi (Men) 2026-27’ માટે જેલ વિભાગની વિવિધ જેલો અને GIPCAમાંથી ઉત્કૃષ્ટ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. VNI NEWS, GIPCA Ahmedabad, KLN Rao, Gujarat Prisons Department, National Sports Day 2026, Kabaddi Competition, Tug of War, Gujarat Police, DGP Cup 2026-27, Wrestling Competition, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *