~અમદાવાદમાં સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક સમારોહ-૨૦૨૬ યોજાયો, જેમાં પ્રવીણ દરજી, રક્ષા શુક્લ અને પારસ પટેલનું સન્માન કરાયું.

Ahmedabad, Gujarat, Aug 31 (VNI): ઓમ કૉમ્યુનિકેશન દ્વારા અમદાવાદના આશ્રમ રોડ ખાતે મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક સમારોહ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું હતું કે સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિકના પ્રમુખ જીતેન્દ્ર જોશી અને ભાગ્યેશ જ્હાની ઉપસ્થિતિમાં તથા પ્રવીણ ક. લહેરીના વરદહસ્તે પ્રવીણ દરજીને ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ‘નારીકેન્દ્રી સાહિત્ય’ માટે રક્ષા શુક્લ અને ‘સાહિત્યસેવા’ માટે પારસ પટેલને ‘સાહિત્યસંવર્ધન સંસ્થાન પારિતોષિક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્ય અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન હતી. VNI NEWS, Sahitya Samvardhan Sansthan Award 2026, Ahmedabad Literature Award, Gujarati Literature, Pravin Darji, Raksha Shukla, Paras Patel, Ahmedabad, Sahitya Samvardhan Sansthan, Literature Award, Pravin Darji, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *