~Gujarati storyteller Kishansinh Parmar recited his story ‘Chhellun Station’ at Gujarat Sahitya Parishad, followed by an engaging discussion on its narrative and intricate details.
Ahmedabad, Gujarat, Oct 11 (VNI): ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પાક્ષિકી નિમિત્તે વાર્તાકાર કિશનસિંહ પરમારે તેમની વાર્તા ‘છેલ્લું સ્ટેશન’નું પઠન કર્યું હતું.
કિરીટ દૂધાતના સંચાલનમાં હાલમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં વાર્તાપઠન બાદ વાર્તા અંગે સંવાદ પણ યોજાયો હતો. સંવાદમાં ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, મનહર ઓઝા, ડૉ. વીકી પરીખ, નિર્મલા મેકવાન અને ડૉ. હર્ષદ લશ્કરીએ સક્રિય ભાગ લીધો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ વતી ચેતન શુક્લે પુસ્તક અર્પણ કરીને વાર્તાકાર કિશનસિંહ પરમારનું સ્વાગત કર્યું હતું.
‘છેલ્લું સ્ટેશન’ વાર્તાનો નાયક ફૂટપાથ પર બેસીને સાડીઓનું વેચાણ કરે છે અને વેપારના અર્થે પહેલી વાર એક અજાણ્યા શહેરમાં પહોંચે છે. ત્યાં તેનો ભેટો એક માથાભારે રિક્ષાચાલક અને એક અજાણ્યા સહમુસાફર સાથે થાય છે. અજાણી જગ્યાએ રાતવાસો કર્યા બાદ જ્યારે તે ઘરે પરત જવા નીકળે છે, ત્યારે પોલીસના સકંજામાં ફસાય છે.
પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ સાડીઓના વેપાર સાથે સંકળાયેલી એક ભેદી ઘટનાનો ખુલાસો થાય છે. સાડીઓના ખરીદદાર તરીકે એક વ્યક્તિ ત્યાં આવે છે અને ઘટનાની વિગતો રજૂ કરે છે. આ ઘટનાક્રમ વાર્તામાં રહસ્ય અને ઉત્કંઠા સર્જે છે.
વાર્તાનાયક પોલીસના સકંજામાંથી સહેલાઈથી છૂટી જાય છે, પરંતુ બનેલી અથવા સાંભળેલી ઘટનાની માનસિક અસરથી છટકી શકતો નથી. ઘરે પહોંચ્યા બાદ પણ તે વિચલિત રહે છે. વાર્તાની બારીક ગૂંથણી, ઘટનાઓની રજૂઆત અને તેમાં સમાવાયેલી વિગતો રસપ્રદ હોવાની નોંધ ઉપસ્થિત ભાવકોએ લીધી હતી. VNI NEWS,
કિશનસિંહ પરમાર, છેલ્લું સ્ટેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, કિરીટ દૂધાત, ગુજરાતી વાર્તા, વાર્તાપઠન, ગુજરાતી સાહિત્ય, કિશનસિંહ પરમાર છેલ્લું સ્ટેશન, છેલ્લું સ્ટેશન વાર્તાપઠન, ગુજરાતી સાહિત્ય પરિષદ કાર્યક્રમ, Gujarati short story reading, Kishansinh Parmar story, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *