~TAFF organized a Diwali get-together at Prahladnagar, Ahmedabad, bringing together renowned Gujarati film industry artists, filmmakers, directors and media professionals for an evening of celebration and friendship.
Ahmedabad, Gujarat, Nov 07 (VNI): ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ (TAFF) દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં ખાસ ગેટ-ટુગેધરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રહલાદનગર સ્થિત મહારાજા માણેકચોકવાલા રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલો આ સ્નેહમિલન કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને આનંદભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો, મીડિયા જગતના મિત્રો તેમજ વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ફિલ્મ અને મીડિયા જગત સાથે સંકળાયેલા મિત્રો એક જ મંચ પર એકત્રિત થતાં સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો.
દિવાળીની ખુશીઓ વહેંચવા અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજિત આ ગેટ-ટુગેધરમાં મહેમાનોએ એકબીજાને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાદિષ્ટ ભોજન, હળવી વાતચીત, હાસ્ય-વિનોદ અને મિત્રતાભરી પળો સાથે ઉપસ્થિત સૌએ આ સાંજને યાદગાર બનાવી હતી.
આ કાર્યક્રમનું યજમાનપદ કિશોર આચાર્ય દ્વારા સંભાળવામાં આવ્યું હતું. મહેમાનોની ઉત્સાહભરી ઉપસ્થિતિ અને સહકારથી TAFFનું આ દિવાળી સ્નેહમિલન યાદગાર બન્યું હતું. આમ, દિવાળીના ઉત્સવ, મિત્રતા અને આત્મીયતાના સુંદર સંગમ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. VNI NEWS, TAFF Diwali Get Together, TAFF Ahmedabad, Gujarati Film Industry, Gujarati Actors, Media Industry Ahmedabad, Diwali Celebration 2026,
TAFF, Travel Art Fashion Food, Diwali Get Together, Ahmedabad Events, Gujarati Film Industry, Gujarati Actors, Film Producers, Film Directors, Media Professionals, Kishor Acharya, VNINews, VNINews.com
