~Ahmedabad Civil Hospital completes its 264th organ donation, with one liver and two kidneys donated to help save three patients.
Ahmedabad, Gujarat, Nov 28 (VNI) : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને તબીબી તંત્રના સંકલિત પ્રયાસોથી એક સપ્તાહમાં ત્રીજું અને અત્યાર સુધીનું કુલ ૨૬૪મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. ગાંધીનગર નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૩૨ વર્ષીય યુવાનનાં અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ શનિવારે જણાવ્યું હતું કે ૨૬ નવેમ્બરના રોજ યુવાનને માથામાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ૨૮ નવેમ્બરના રોજ તેમને નિયમાનુસાર બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંગદાન ટીમે પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવતાં યુવાનનાં પત્નીએ અંગદાન માટે સંમતિ આપી હતી. VNI NEWS, Ahmedabad Civil Hospital completes its 264th organ donation, with one liver and two kidneys donated to help save three patients, Ahmedabad Civil Hospital, Organ Donation, Gujarat, Organ Transplant, Brain Dead Donor, Medical Services, VNINews, VNINews.com
