~બ્રહ્માકુમારીઝના વિશ્વભરના 140 દેશોમાં આવેલા 8,500 સેવાકેન્દ્રો પર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં કૈલાશ દીદીના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો.
Gandhinagar, Gujarat, July 29 (VNI): બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વના 140 દેશોમાં આવેલા 8,500થી વધુ સેવાકેન્દ્રો પર ભારતીય સનાતન સંસ્કૃતિના પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમાની બુધવારે ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.
બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર ગાંધીનગરના સેક્ટર-28 સ્થિત સેવાકેન્દ્ર ખાતે રાજયોગિની કૈલાશ દીદીના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નિરાકાર સદગુરુ પરમપિતા પરમાત્મા શિવબાબા અને તેમના સાકાર માધ્યમ ગુરુ બ્રહ્મા બાબાને યાદ કરી વિશેષ ભોગ અર્પણ કરવામાં આવ્યો તેમજ શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
કૈલાશ દીદીએ જણાવ્યું કે 1936થી પરમાત્મા શિવબાબા અને ગુરુ બ્રહ્મા દ્વારા સ્થાપિત બ્રહ્માકુમારીઝ યજ્ઞ સાથે જોડાયેલી આત્માઓ અત્યંત ભાગ્યશાળી છે. તેમણે કહ્યું કે જે આત્માઓ પરમાત્માની આજ્ઞાનું પાલન કરી વિશ્વમાં આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ પહોંચાડે છે, તેમની રક્ષા સ્વયં પરમાત્મા કરે છે.
કાર્યક્રમ દરમિયાન સેવાકેન્દ્રના સહ-પ્રભારી બી.કે. જુગનુબેન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોરેસ્ટ ઓફિસર ભ્રાતા શશિકુમારે કૈલાશ દીદીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું અને આશીર્વાદ મેળવ્યા. ઉપસ્થિત બ્રહ્માકુમાર-કુમારીઓએ પોતાના જીવનમાં પવિત્રતા, દિવ્યતા અને માનવીય મૂલ્યો અપનાવી નવયુગના નિર્માણમાં યોગદાન આપવાનો સામૂહિક સંકલ્પ કર્યો.
આ ઉપરાંત કૈલાશ દીદીએ પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ આશીર્વચન આપ્યાં. VNI NEWS, Brahma Kumaris, Guru Purnima 2026, Gandhinagar, Kailash Didi, Shiv Baba, Brahma Baba, Guru Purnima, Gandhinagar, Spiritual Event, Rajyoga, India, VNINews, VNINews.com
