~Ahmedabad Management Association held its advanced certificate program convocation and launched new Sports Management and Maritime Management courses for aspiring professionals.
Ahmedabad, Gujarat, Nov 05 (VNI) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા પાર્ટ-ટાઇમ એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને મેરીટાઇમ મેનેજમેન્ટ ક્ષેત્રમાં બે નવા એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.
એએમએ દ્વારા બિઝનેસ મેનેજમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર બિઝનેસ મેનેજર્સ અને ડેટા એનાલિટિક્સ એન્ડ પાવર BIમાં એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએની એક્સટેન્શન સર્વિસિસ કમિટીના ચેરમેન ડૉ. શૈલેષ ગોયલે સ્વાગત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને એશ્ટેક એન્જિનિયરિંગ કંપનીના ડિરેક્ટર ધવલ પટેલ તથા મનુભાઈ એન્ડ શાહ એલએલપીના કો-મેનેજિંગ પાર્ટનર ક્ષિતિજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિઓએ અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સતત શિક્ષણ, ટેકનોલોજીકલ પ્રગતિ તથા વ્યવસાયિક ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વ્યવહારિક ઉપયોગ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવાની સાથે એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેશ દીક્ષિતે ડિસેમ્બર 2026ના બીજા સપ્તાહથી શરૂ થનારા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના સહયોગથી શરૂ કરવામાં આવનાર મેરીટાઇમ મેનેજમેન્ટના નવા એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનું લોન્ચિંગ કર્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સતત શિક્ષણ, વ્યવસાયિક તાલીમ અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. સંસ્થાના વિવિધ કાર્યક્રમો દ્વારા હજારો વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે, જેમાંથી અનેક આજે વિશ્વભરના વિવિધ ક્ષેત્રોમાં અગ્રણી વ્યાવસાયિકો તરીકે કાર્યરત છે. એએમએના એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ કારકિર્દીમાં પ્રગતિ માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં 10 સપ્તાહના પાર્ટ-ટાઇમ એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવે છે. VNI NEWS, Ahmedabad Management Association, AMA Certificate Programs, AMA Convocation Ceremony, Sports Management Course, Maritime Management Course, Advanced Certificate Programs, Ahmedabad Management Association, AMA, Advanced Certificate Programs, Convocation Ceremony, Sports Management, Maritime Management, Gujarat Maritime University, Business Management, Artificial Intelligence, Data Analytics, Power BI, Ahmedabad,  VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *