~પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નવનિર્માણ કાર્યનો ‘પહેલી ઈંટનાં સાક્ષી’ કાર્યક્રમ યોજાયો. રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ.

ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), અમદાવાદ દ્વારા પાલનપુર ખાતે યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નવનિર્માણ કાર્યના પ્રારંભ નિમિત્તે ‘પહેલી ઈંટનાં સાક્ષી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ BAOUના કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, શિક્ષણવિદો, અભ્યાસ કેન્દ્રોના સંયોજકો, સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક રીતે પ્રથમ ઈંટ મૂકીને નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે રાજ્ય સરકાર શિક્ષણને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને ઓપન તથા ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા BAOU લાખો વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. તેમણે જણાવ્યું કે પાલનપુરનું નવું પ્રાદેશિક કેન્દ્ર બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની નવી તકોનું કેન્દ્ર બનશે. ધારાસભ્ય અનિકેત ઠાકરે કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ કેન્દ્ર જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયએ જણાવ્યું કે “શિક્ષણ સૌને માટે”ના ધ્યેયને સાકાર કરવા માટે રાજ્યભરમાં શૈક્ષણિક માળખું મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. પાલનપુર પ્રાદેશિક કેન્દ્ર વિદ્યાર્થીઓને પ્રવેશ, અભ્યાસ, પરીક્ષા, માર્ગદર્શન, અભ્યાસ સામગ્રી અને અન્ય વહીવટી સેવાઓ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ કરાવશે. પાલનપુર–અંબાજી હાઈવે પર નવી આર.ટી.ઓ. ઓફિસ નજીક નિર્માણ પામનાર આ આધુનિક કેન્દ્ર બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના વિકાસને નવી દિશા અને ગતિ આપશે. VNI NEWS, BAOU Palanpur, BAOU Regional Centre, Open University Gujarat, Higher Education Gujarat, Palanpur News,
BAOU, Palanpur, Banaskantha, Gujarat Education, Regional Centre, Higher Education, NEP 2020, Open University, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *