~BAPS Swaminarayan Temple Shahibaug Ahmedabad celebrated Prabodhini Ekadashi with a grand Shakotsav featuring beautifully arranged vegetables and fruits.
Ahmedabad, Gujarat, Nov 21 (VNI) : અમદાવાદના શાહીબાગ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે શનિવારે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ભગવાન સમક્ષ વિવિધ પ્રકારનાં શાકભાજી અને ફળોની આકર્ષક હાટડી સજાવવામાં આવી હતી.
પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર કૃપા વરસાવનાર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાવ સાથે આ વિશિષ્ટ ઉત્સવની દર વર્ષે બી.એ.પી.એસ. સ્વામિનારાયણનાં તમામ મંદિરોમાં ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે યોજાયેલા આ શાકોત્સવમાં સેંકડો પ્રકારનાં શાકભાજી અને ફળોને કલાત્મક રીતે ગોઠવી ભગવાન સમક્ષ અર્પણ કરવામાં આવ્યાં હતાં. મંદિર પરિસરમાં તૈયાર કરાયેલી આ ભવ્ય હાટડી ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સમક્ષ અર્પણ કરાયેલી વિવિધ શાકભાજી અને ફળોની હાટડીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંજે યોજાયેલી વિશિષ્ટ આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. VNI NEWS, BAPS Swaminarayan Temple, Shakotsav Ahmedabad, Prabodhini Ekadashi, Shakotsav 2026, Shahibaug Temple, BAPS Swaminarayan Temple, Shakotsav, Ahmedabad, Shahibaug, Prabodhini Ekadashi, Hindu Festival, Swaminarayan Temple, Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *