~Gujarat government increases daily food allowance for mountaineering trainees and instructors from Rs. 150 to Rs. 350, effective April 1, 2027.
Gandhinagar, Gujarat, Nov 02 (VNI) : ગુજરાત સરકારે પર્વતારોહણ તાલીમ શિબિરોમાં ભાગ લેતા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો માટે દૈનિક ભોજનની મહત્તમ મર્યાદામાં રૂ. 200નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 1 એપ્રિલ, 2027થી અમલી બનશે.
સરકારી સૂત્રો વિશાખા કળથિયાના જણાવ્યા અનુસાર, પર્વતારોહણ શારીરિક સામર્થ્ય, ધૈર્ય અને સાહસની કસોટી છે. ઊંચા પહાડો અને કઠિન ખડકો વચ્ચે તાલીમ લેતા યુવક-યુવતીઓની શારીરિક ક્ષમતા જાળવવા માટે પૌષ્ટિક આહાર અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભોજન સુવિધામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકો માટે દૈનિક ભોજનના દરની મહત્તમ મર્યાદા પ્રતિ વ્યક્તિ પ્રતિદિન રૂ. 150થી વધારીને રૂ. 350 કરવામાં આવી છે. આ નિર્ણયથી જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રના વાર્ષિક આશરે 230 તાલીમાર્થીઓ માટે રૂ. 3.40 લાખ અને માઉન્ટ આબુ સ્થિત રાજ્ય પર્વતારોહણ સંસ્થાના આશરે 280 તાલીમાર્થીઓ માટે રૂ. 7.70 લાખનો વધારાનો ખર્ચ થશે.
આ બંને કેન્દ્રોમાં તાલીમ લેતા કુલ આશરે 510 યુવા સાહસિકો માટે રાજ્ય સરકાર વાર્ષિક રૂ. 11.10 લાખનો વધારાનો ખર્ચ કરશે. રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હેઠળ કાર્યરત આ કેન્દ્રોમાં દર વર્ષે 20થી વધુ સરકારી અને બિનસરકારી પર્વતારોહણ તાલીમ શિબિરો યોજાય છે.
ભોજન ભથ્થામાં થયેલા આ વધારાથી તાલીમાર્થીઓ અને પ્રશિક્ષકોને વધુ સારી ભોજન સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી યુવા સાહસિકોના આરોગ્ય, પોષણ અને શારીરિક ક્ષમતા જાળવવા ઉપરાંત રાજ્યમાં પર્વતારોહણ તાલીમને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે. VNI NEWS, Gujarat mountaineering training, mountaineering food allowance hike, Gujarat government sports decision, mountaineering trainees, food allowance increase, Gujarat Government, Mountaineering Training, Food Allowance, Sports and Youth Affairs, Junagadh, Mount Abu, Adventure Sports, Gujarat News, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *