~A blood donation and free medical check-up camp was organized at Hiramani Arogyadham, Adalaj, on PM Narendra Modi’s 76th birthday, collecting 141 bottles of blood and benefiting over 1,100 people.

Gandhinagar, Gujarat, Sep 17 (VNI): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુરુવારે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા કુલ 141 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે ફ્રી મેડિકલ ચેકઅપ અને વિવિધ આરોગ્ય સેવાઓનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
નરહરિ અમીન, પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ તથા પૂર્વ સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત, અને રાજકુમાર ગુપ્તા, પ્રમુખ ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝિક હેલ્થ પ્રોફાઇલ અને આંખોની તપાસ બાદ ચશ્માના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પનો 1100થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન 307 લાભાર્થીઓને CBC, S. Creatinine, Random Blood Sugar, Cholesterol, Uric Acid, Total Protein અને S. Bilirubin સહિત કુલ સાત પ્રકારના બ્લડ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. મેડિસિન, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ડેન્ટલ, નેફ્રોલોજી, ફિઝિયોથેરાપી, આયુર્વેદિક, નેચરોપથી અને હોમિયોપેથી વિભાગના 191 દર્દીઓનું નિષ્ણાત તબીબો દ્વારા ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કેમ્પની મુલાકાત લેનાર 364 વ્યક્તિઓની આંખોની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી અને નજીક કે દૂરના દૃષ્ટિ નંબર મુજબ ચશ્માનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનારા દાતાઓને પ્રોત્સાહનરૂપે ભેટ તરીકે એક વોટર બોટલ અને નોટબુક આપવામાં આવી હતી.
આ પ્રસંગે ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચા, એડીસી અને જીએસસી બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, નિવૃત્ત ડી.વાય.એસ.પી. તરૂણભાઈ બારોટ સહિત જનસહાયક ટ્રસ્ટના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો, તબીબો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બ્લડ ડોનેશન તથા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લેનારા 1100થી વધુ લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Hiramani Arogyadham, Adalaj, Blood Donation Camp, Narendra Modi Birthday, Jan Sahayak Trust, Gujarat, Free Medical Camp, Health Checkup, Hiramani Arogyadham Adalaj Blood Donation Camp, 141 Bottles Blood Donation, Free Medical Checkup Camp, Narendra Modi Birthday, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *