~અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક આનંદધનના જીવન-કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વ્યાખ્યાન આપ્યું.
Ahmedabad, Gujarat, Sep 06 (VNI): ‘શબ્દસંપદા’ શીર્ષક અંતર્ગત જૈનસાહિત્યસર્જક આનંદધનના જીવન-કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વ્યાખ્યાન આપ્યું.
ઓમ કૉમ્યુનિકેશન દ્વારા શાસનસમ્રાટ ભવનના ઓડિટોરિયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક ‘આનંદધન’ના જીવન અને કવન વિશે સાહિત્યકાર દલપત પઢિયારે મનનીય વક્તવ્ય આપ્યું હતું. તેમણે આનંદધનના સાહિત્યસર્જન, જીવનપ્રવાહ અને જૈન સાહિત્યમાં તેમના પ્રદાન અંગે આસ્વાદલક્ષી રીતે વાત કરી હતી.
આ પ્રસંગે સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાહિત્યનો આસ્વાદ માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નહોતી. VNI NEWS, Jain Literature, Anandghan, Dalpat Padhiar, Shabdasampada, Gujarati Literature, Jain Sahitya, Ahmedabad Literary Event, Ahmedabad, VNINews, VNINews.com
