~નેપાળના રસુવા જિલ્લામાં વિનાશક ફ્લેશ ફ્લડ બાદ અમદાવાદ જિલ્લાના પ્રવાસીઓ ફસાયેલા હોય તો સહાય માટે કંટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર 1077 અથવા 079-27560511 પર સંપર્ક કરવા અપીલ.

Ahmedabad, Gujarat, Aug 26 (VNI): નેપાળ-તિબેટ સરહદે આવેલા રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં બુધવારે અચાનક આવેલા વિનાશક પૂર (ફ્લેશ ફ્લડ) અને ભૂસ્ખલનની ઘટનાને પગલે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રે મહત્વની અપીલ કરી છે.

જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ જણાવ્યું હતું કે નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરમાં કેટલાક ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાના સમાચાર મળ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાના કોઈ પ્રવાસી અથવા નાગરિક નેપાળમાં ફસાયેલા હોય તો તેમના સંબંધિત કોઈપણ માહિતી, મદદ અથવા સહાય માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના કંટ્રોલ રૂમનો ટોલ-ફ્રી નંબર 1077 છે. આ ઉપરાંત 079-27560511 નંબર પર પણ સંપર્ક કરી શકાય છે.

જિલ્લા વહીવટીતંત્રે અમદાવાદ જિલ્લાના નાગરિકો અથવા તેમના પરિવારજનોને નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓ અંગેની કોઈપણ માહિતી તાત્કાલિક કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવા અપીલ કરી છે. VNI NEWS, Ahmedabad Nepal Flood, Nepal Flash Flood, Ahmedabad Tourists Nepal, Nepal Flood Helpline, Control Room 1077, Ahmedabad, Gujarat, Nepal Flood, Flash Flood, Nepal Disaster, Ahmedabad Tourists, Disaster Control Room, Helpline 1077, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *