~Saurashtra Spartans lead the Gujarat Super League-3 points table with 10 points, while Ahmedabad Avengers also reach 10 points after a 1-0 win over Surat Strikers.
Ahmedabad, Gujarat, Sep 10 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં આગળ છે, જ્યારે અમદાવાદ એવેન્જર્સ પણ 10 પોઈન્ટ્સ સાથે બીજા નંબર પર પહોંચી છે.
ગુરુવારે પ્રથમ મેચ વડોદરા વોરિયર્સ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ વચ્ચે રમાઈ હતી. વડોદરા વોરિયર્સનો આ ચોથો મેચ હતો. ટીમે અગાઉ 2 હાર અને 1 જીત સાથે 3 પોઈન્ટ્સ મેળવ્યા હતા. બીજી તરફ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે 4 મેચમાં 3 જીત અને 1 ડ્રો સાથે 10 પોઈન્ટ્સ મેળવ્યા હતા.
મેચની શરૂઆતથી જ બંને ટીમો તરફથી ગોલ માટે સતત પ્રયાસો થયા હતા. આખરે વડોદરા વોરિયર્સના ટોટન દાસે પ્રથમ ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. 45મી મિનિટે હિમાંશુ જાંગરાએ બીજો ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. જોકે, ફર્સ્ટ હાફ પૂરો થવાની છેલ્લી સેકન્ડે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના આશિષ રાણાએ ગોલ કરીને સ્કોર 2-1 કર્યો હતો.
બીજા હાફમાં વડોદરા વોરિયર્સના હિમાંશુ જાંગરાએ વધુ એક ગોલ કરીને ટીમની લીડ 3-1 કરી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના મુકેશ કુમારે ગોલ કરીને સ્કોર 3-2 કર્યો હતો. અંતે મેચનો સ્કોર 3-2 વડોદરા વોરિયર્સના પક્ષમાં રહ્યો. વડોદરા વોરિયર્સના હિમાંશુ જાંગરાને મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો પુરસ્કાર સોલંકી સરના હસ્તે આપવામાં આવ્યો હતો.
આજની બીજી મેચ સુરત સ્ટ્રાઈકર્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે રમાઈ હતી. સુરત સ્ટ્રાઈકર્સનો આ ચોથો મેચ હતો અને ટીમ 3 હાર તથા 1 જીત સાથે 3 પોઈન્ટ્સ પર હતી. બીજી તરફ, અમદાવાદ એવેન્જર્સે 3 મેચમાં 2 જીત અને 1 ડ્રો સાથે 7 પોઈન્ટ્સ મેળવ્યા હતા.
મેચની શરૂઆતથી બંને ટીમોએ ગોલ માટે આક્રમક પ્રયાસો કર્યા હતા. આખરે અમદાવાદ એવેન્જર્સના આબિદ દારે લેફ્ટ વિંગમાંથી જોરદાર કિક દ્વારા પ્રથમ ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર 1-0 અમદાવાદ એવેન્જર્સના પક્ષમાં રહ્યો.
બીજા હાફમાં સુરત સ્ટ્રાઈકર્સે સ્કોર બરાબર કરવા માટે જોરદાર સંઘર્ષ કર્યો, પરંતુ ગોલ કરવામાં સફળતા મળી નહોતી. અમદાવાદ એવેન્જર્સના તમામ એટેકને ડિફેન્ડર અને ગોલકીપરે નિષ્ફળ બનાવ્યા હતા. અંતે સુરત સ્ટ્રાઈકર્સને ગોલ સરભર કરવાની તક પેનલ્ટી કિક દ્વારા મળી હતી, પરંતુ ફારૂકની કિકને અમદાવાદ એવેન્જર્સના ગોલકીપરે રોકીને ગોલ બચાવ્યો હતો.
આ સાથે મેચનો ફાઇનલ સ્કોર 1-0 અમદાવાદ એવેન્જર્સના પક્ષમાં રહ્યો. અમદાવાદ એવેન્જર્સના ગોલકીપર સત્યજિતને મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો પુરસ્કાર ધ્રુવ પટેલ અને યજ્ઞેશ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો.
પ્રથમ મેચ અમદાવાદ એવેન્જર્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે 11 સપ્ટેમ્બરે સાંજે 6:30 વાગ્યે રમાશે. ત્યારબાદ રાત્રે 9:00 વાગ્યે ગાંધીનગર જાયન્ટ્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે બીજી મેચ રમાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ -3 એકા અરેના ફૂટબોલ ગ્રાઉંડ ટ્રંસ્ટેડિયા, અમદાવાદ પર રમાય રહેલ છે. VNI NEWS, Gujarat Super League 3, Saurashtra Spartans, Ahmedabad Avengers, Vadodara Warriors, Surat Strikers, Football, Gujarat Sports, Saurashtra Spartans, Ahmedabad Avengers, Gujarat Super League 3, GSL 3 Points Table, Gujarat Football, Saurashtra Spartans 10 Points, VNINews, VNINews.com,
