~Ahmedabad hosts free AMTS/BRTS bus pass distribution and public contact office inauguration under the Seva-Sankalp Abhiyan.]
Ahmedabad, Gujarat, Sep 11 (VNI): અમદાવાદમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત AMTS/BRTSની ક્લિનર સીટિંગની ફ્રી મુસાફરી બસ પાસ યોજના હેઠળ પાસ વિતરણ તેમજ લોકસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમનું શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું.
અમરાઈવાડી ખાતે ગોકુલ ફ્લેટ, જનતા નગર પાસે, મેટ્રો પિલર નં. 29, ટોરેન્ટ પાવર નજીક યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ દરમિયાન AMTS/BRTSની ક્લિનર સીટિંગની ફ્રી મુસાફરી બસ પાસ યોજનાના લાભાર્થીઓને જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર હિતેશભાઈ બારોટ તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહના હસ્તે બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા તથા તેમની રજૂઆતોના નિવારણ માટે લોકસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયના માધ્યમથી નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોને સાંભળીને તેના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે.
કાઉન્સિલર ડો. રક્ષક સક્સેના દ્વારા આયોજિત કાર્યક્રમમાં મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, સ્થાનિક ધારાસભ્યો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, દંડક અતુલ મિશ્રા તેમજ કાઉન્સિલરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા જનસેવા, નાગરિક સંપર્ક તથા જાહેર પરિવહન સેવાઓના લાભોને વધુ વ્યાપક બનાવવાના સંકલ્પને આગળ ધપાવવામાં આવ્યો હતો. VNI News, Ahmedabad, AMTS, BRTS, Free Bus Pass, Seva Sankalp Abhiyan, Jagdish Vishwakarma, Hitesh Barot, Public Transport, Ahmedabad BAhmedabad #AMTS #BRTS #FreeBusPass #SevaSankalpAbhiyan #JagdishVishwakarma #HiteshBarot #PublicTransport
Ahmedabad AMTS BRTS Free Bus Pass, Seva Sankalp Abhiyan, AMTS BRTS Bus Pass Scheme, Ahmedabad Public Contact Office, Jagdish Vishwakarma
