~Gujarati storyteller Ram Jasapura read his story ‘Sandhikal’ at Gujarati Sahitya Parishad, Ahmedabad, followed by discussion by literary enthusiasts.

Ahmedabad, Gujarat, Sep 16 (VNI): ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે પાક્ષિકી નિમિત્તે કિરીટ દૂધાતના સંચાલનમાં વાર્તાકાર રામ જાસપુરાએ પોતાની વાર્તા ‘સંધિકાળ’નું પઠન કર્યું હતું.
આ કાર્યશાળામાં ચેતન શુક્લ, દિવાન ઠાકોર, પ્રતાપસિંહ ડાભી, ચિરાગ ઠક્કર, રાધિકા પટેલ, મનહર ઓઝા, સાગર શાહ, મનીષા દલાલ અને હિતેશ હિતકર સહિતના ભાવકોએ વાર્તા અંગેની ચર્ચામાં ભાગ લીધો હતો.
‘સંધિકાળ’ વાર્તામાં એક નિવૃત્ત વ્યક્તિની બદલાયેલી પરિસ્થિતિ અને તેના માનસિક સંઘર્ષને રજૂ કરવામાં આવ્યો છે. વાર્તાના શીર્ષકને અનુરૂપ મુખ્ય પાત્ર પોતાની પરિસ્થિતિને ન તો જીરવી શકે છે કે ન તો તેને યોગ્ય રીતે સમજી શકે છે. પરિવારના સભ્યોથી પણ અળગો રહેનારો આ માણસ પોતાને એક ઓરડામાં બંધ કરી દે છે.
ત્યારબાદ તે પોતાના સમવયસ્ક મિત્ર સાથે આ પરિસ્થિતિના ઉકેલ માટે ડૉક્ટર પાસે જાય છે, જ્યાં તેને જરૂરી નિદાન અને સલાહ મળે છે. આ સલાહ બાદ મુખ્ય પાત્રના માનસમાં તાત્કાલિક પરિવર્તન આવે છે, જે વાર્તાને સુખદ અંત તરફ દોરી જાય છે. VNI NEWS, Ram Jasapura, Sandhikal, Gujarati Literature, Gujarati Sahitya Parishad, Ahmedabad, Story Reading, Gujarati Storyteller, Ram Jasapura Sandhikal, Gujarati storyteller, Gujarati Sahitya Parishad Ahmedabad, Gujarati story reading, VNINews, VNINews.com

Co.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *