~Gujarat Patrakar Sangh celebrated the New Year with a traditional puja ceremony at its Ahmedabad office, attended by office bearers and members.
Ahmedabad, Gujarat, Nov 20 (VNI) : ગુજરાત પત્રકાર સંઘના કાર્યાલય ખાતે નૂતનવર્ષ નિમિત્તે મુહૂર્ત અને પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંઘના પ્રમુખ બી.આર. પ્રજાપતિ દ્વારા કાર્યાલયનું નૂતનવર્ષ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રી ગણેશ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પૂજા-અર્ચના સાથે આરતી ઉતારી ધૂપ, દીપ અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત પત્રકાર સંઘના સહમંત્રી વિનય પંડ્યાના માર્ગદર્શન હેઠળ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
પૂજન સમારોહમાં કાર્યાલય મંત્રી જગદીશ મેવા, સહમંત્રી આર. મણિક, ખજાનચી નિલેશ વોરા, કારોબારી સભ્ય અનિલ વર્મા, હિમાંશુ પરમાર અને નરેશ શાહ સહિત સંઘના હોદ્દેદારો અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પત્રકાર સંઘને વધુ ઊંચાઈએ લઈ જવા અને પત્રકારોના હિતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પંચમહાલ જિલ્લાના હાલોલથી સંઘના સહમંત્રી પરમાનંદભાઈ સોની પણ પોતાના પત્રકાર મિત્રો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંઘના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. VNI NEWS, Gujarat Patrakar Sangh, Gujarat Journalists Association, New Year Celebration, Ahmedabad Journalists, BR Prajapati, Vinay Pandya, Gujarat Patrakar Sangh, Gujarat Journalists Association, Ahmedabad, New Year Celebration, BR Prajapati, Vinay Pandya, Journalist Community, Gujarat Media, VNINews, VNINews.com
