~GMRC will open Sabarmati Railway Metro Station for passengers fro November 28, 2026, with metro services and updated train timings.
Ahmedabad, Gujarat, Nov 27 (VNI) : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમદાવાદના સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનને 28 નવેમ્બર, 2026થી મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. આ સાથે મેટ્રો ટ્રેનની સેવાઓ પણ આ સ્ટેશન પર ઉપલબ્ધ થશે. મુસાફરો સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે આ મેટ્રો સ્ટેશન પર ઉતરી શકશે.
GMRC દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી પ્રથમ ટ્રેન સવારે 6:27 કલાકે APMC તરફ, સવારે 6:45 કલાકે મહાત્મા મંદિર તરફ અને સવારે 7:11 કલાકે ગિફ્ટ સિટી તરફ ઉપડશે.
જ્યારે છેલ્લી ટ્રેનના સમયમાં APMC તરફ રાત્રે 11:10 કલાકે, કોટેશ્વર રોડ તરફ રાત્રે 11:35 કલાકે, મહાત્મા મંદિર તરફ રાત્રે 09:10 કલાકે અને ગિફ્ટ સિટી તરફ સાંજે 6:32 કલાકે ટ્રેન ઉપલબ્ધ રહેશે.
મેટ્રો ટ્રેનના સમયપત્રક અંગેની વધુ વિગતવાર માહિતી 28 નવેમ્બર, 2026થી ગુજરાત મેટ્રો રેલની સત્તાવાર વેબસાઇટ ઉપલબ્ધ રહેશે. VNI NEWS, Sabarmati Railway Metro Station, Ahmedabad Metro, GMRC, Metro Train Timetable, Gujarat Metro Rail, GMRC, Sabarmati Railway Metro Station, Ahmedabad Metro, Gujarat Metro Rail, Metro Train Services, Ahmedabad Transport, VNINews, VNINews.com
