~અમેરિકાસ્થિત કવિ સુધીર પટેલના 73મા જન્મદિન નિમિત્તે અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાની કાવ્યસફર અને સાહિત્યિક અનુભવો રજૂ કર્યા.

Ahmedabad, Gujarat, Sep 27 (VNI): અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા અમેરિકાસ્થિત કવિ સુધીર પટેલના 73મા જન્મદિન નિમિત્તે હાલમાં જ ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સુધીર પટેલે પોતાના જીવન અને કાવ્યસર્જનની સફર અંગે રસપ્રદ વાતો રજૂ કરી હતી.
સુધીર પટેલે જણાવ્યું હતું કે અમરેલીમાં બેંકમાં નોકરી કરતા હતા ત્યારે કવિ રમેશ પારેખ, હર્ષદ ચંદારાણા અને અરવિંદ ભટ્ટ સાથે મુલાકાત થતી અને તેમની કવિતાનો લાભ મળતો. અરવિંદ ભટ્ટે તેમને ગઝલના છંદ શીખવ્યા હતા. તેમના ‘મૂંગા મંતર થઇ જુઓ’ ગઝલસંગ્રહની પ્રસ્તાવના કવિ રમેશ પારેખે લખી આપી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે તેમની ગઝલો ‘પરબ’, ‘નવનીત સમર્પણ’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થઈ છે, તેનો તેમને આકંઠ આનંદ છે. સાથે જ તેમણે કહ્યું કે ભારતમાં કવિતાનું જે વાતાવરણ મળે છે તે અમેરિકામાં મળતું નથી, જેનો તેમને ખેદ છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે અનેક સાહિત્યકારો તેમજ કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સહભાગી થવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નહોતી. VNI NEWS, Sudhir Patel, Shabdajyoti, Sahityasafar, Gujarati Literature, Gujarati Poet, Ahmedabad, Ramesh Parekh, Manish Pathak Shwet, સુધીર પટેલ, શબ્દજયોતિ, સાહિત્યસફર, ગુજરાતી કવિ, ગુજરાતી સાહિત્ય, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *