~વડનગરના એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઝાયડસ કપ-2026 જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાતની 10 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ દિવસે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને કચ્છે જીત નોંધાવી.

Mehsana, Gujarat, Aug 07 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ-2026 અંતર્ગત જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો શુક્રવારે વડનગર સ્થિત એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય પ્રારંભ થયો. ટુર્નામેન્ટ 7થી 11 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટમાં ગુજરાતના 10 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે. ટીમોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Aમાં રાજકોટ, બનાસકાંઠા, પાટણ અને વલસાડ, ગ્રુપ-Bમાં અમદાવાદ, સુરત અને ભરુચ તથા ગ્રુપ-Cમાં કચ્છ, બરોડા અને ભાવનગરની ટીમોનો સમાવેશ થાય છે. ગ્રુપ તબક્કાની મેચોનો પ્રારંભ શુક્રવારથી થયો છે.
ટુર્નામેન્ટના પ્રથમ દિવસે બનાસકાંઠાએ રાજકોટને અને પાટણે વલસાડને હરાવ્યા હતા. અમદાવાદે લક્ષ્મી સરોજની હેટ્રિક અને કાજલ પાસીના એક ગોલની મદદથી સુરતને 4-1થી પરાજય આપ્યો હતો. સુરત તરફથી પાયલ ડામોરે એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. દિવસની છેલ્લી મેચમાં કચ્છે બરોડા સામે 1-0થી અપસેટ સર્જતા જીત મેળવી હતી. કચ્છ માટે ભંભાનિયા નીનાબેને નિર્ણાયક ગોલ કર્યો હતો.
ટુર્નામેન્ટમાં દરેક ગ્રુપની પ્રથમ ક્રમાંકિત ટીમ તેમજ તમામ ગ્રુપમાંથી શ્રેષ્ઠ બીજા ક્રમાંકની એક ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સેમિફાઇનલ અને 11 ઓગસ્ટે ફાઇનલ મેચ રમાશે. શનિવારે વલસાડ-બનાસકાંઠા, રાજકોટ-પાટણ, સુરત-ભરૂચ અને બરોડા-ભાવનગર વચ્ચે મેચો રમાશે. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. VNI NEWS, Junior Girls Football Tournament, Zydus Cup 2026, Vadnagar Football, Gujarat State Football Association, Inter District Football, Gujarat Football, Junior Girls Vadnagar, Mehsana, GSFA, Sports News, Inter District Tournament, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *