~અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા AMA ખાતે સ્ત્રી સ્વાસ્થ્ય અંગે હેલ્થ ટૉક યોજાઈ, જેમાં ગાયનેકોલોજી, ઇન્ફર્ટિલિટી, IVF, મેનોપોઝ અને રોબોટિક સર્જરી સહિતના મુદ્દે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું.

Ahmedabad, Gujarat, Aug 13 (VNI): મહિલાઓના જીવનના દરેક તબક્કે આરોગ્ય અંગે યોગ્ય જાણકારી અને જાગૃતિ વધારવાના હેતુથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા AMA ખાતે ‘સ્વાસ્થ્યની સરગમ: સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ સાથે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના સિનિયર ગાયનેકોલૉજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ ડૉ. રમણ પટેલ, ડૉ. રિદ્ધિ શાહ, ડૉ. વિવેક કક્કડ અને ડૉ. ફોરમ વોરા સાથે લેખક અને વક્તા જય વસાવડાએ સ્ત્રી આરોગ્ય અને વિવિધ સ્ત્રી રોગો અંગે ચર્ચા કરી હતી. નિષ્ણાતોએ ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ, ઇન્ફર્ટિલિટી, ગર્ભાવસ્થા, નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી, નવજાત શિશુની સંભાળ અને આધુનિક રોબોટિક સર્જરી અંગે માહિતી આપી હતી.
હેલ્થ ટૉક દરમિયાન ફાઇબ્રોઇડ, ઓવેરિયન સિસ્ટ, ગર્ભનિરોધક ગોળીઓ, મિરેનાના લાભો, વધતી ઉંમરે થતી યુરિન લીકેજ, ફર્ટિલિટી પર જીવનશૈલીની અસર, બે સંતાન વચ્ચેનું યોગ્ય અંતર, એગ ફ્રીઝિંગ અને IVF જેવા મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. થેલેસેમિયા ધરાવતા દંપતિઓ માટે સંતાન આયોજન અંગે પણ નિષ્ણાતોએ માહિતી આપી હતી.
આ ઉપરાંત પ્રસૂતિ દરમિયાન બાળરોગ નિષ્ણાતની ભૂમિકા, સ્તનપાન, ગર્ભાવસ્થા દરમિયાન અને ત્યારબાદનો આહાર તથા દવાઓ, ગર્ભાવસ્થા પર તણાવની અસર, દાંપત્ય સંબંધો, મેનોપોઝ, ગર્ભાશય દૂર કરવાની સર્જરી અને રોબોટિક સર્જરી અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓએ નિષ્ણાતોને સીધા પ્રશ્નો પૂછી તેમના જવાબો મેળવ્યા હતા.
ઝાયડસ હોસ્પિટલમાં ડિલિવરી, મેનોપોઝ, હિસ્ટરેક્ટોમી, એન્ડોમેટ્રિઓસિસ, માયોમેક્ટોમી, ઓવેરિયન સિસ્ટ સર્જરી, vNOTES અને ગાયનેક કેન્સર સર્જરી સહિતની વિવિધ એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. હોસ્પિટલની ગાયનેક ટીમના સિનિયર ડૉ. નમીતા શાહ, ગાયનેક ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. આવા દેસાઈ અને ડૉ. મોના શાહ તેમજ બ્રેસ્ટ કેન્સર નિષ્ણાતોની ટીમ હાઈ-રિસ્ક પ્રેગ્નન્સીથી લઈને જટિલ કેન્સર સર્જરી સુધીની સારવારમાં યોગદાન આપી રહી છે. VNI NEWS, Zydus Hospital, Women’s Health, Women Health Talk, Gynecology, IVF, Infertility, Menopause, Robotic Surgery, AMA Ahmedabad, Women Health, IVF, Infertility, Healthcare, Ahmedabad, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *