~આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ દ્વારા ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણીમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો. સુદર્શન ક્રિયા, મહાસત્સંગ, ભજન અને ગુરુપૂજાના કાર્યક્રમો યોજાયા.

અમદાવાદ, ગુજરાત, July 31 (VNI): ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરમાં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં અમદાવાદભરમાંથી 1500થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગુરુતત્ત્વ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે જણાવ્યું કે, “ગુરુ પૂર્ણિમા એ પોતાના જીવન પર ચિંતન કરવાનો અને જીવનમાં પ્રાપ્ત થયેલા જ્ઞાન તથા માર્ગદર્શન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે.” આ સંદેશને આત્મસાત્ કરતાં દિવસ દરમિયાન અનેક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારના સત્રમાં શિવરંજની સ્થિત જ્ઞાન મંદિરમાં 150થી વધુ સાધકોએ સુદર્શન ક્રિયાનો અભ્યાસ કર્યો હતો, જે મનને શાંત કરવા, તણાવ ઘટાડવા અને શારીરિક તેમજ માનસિક સુખાકારીમાં વધારો કરવામાં મદદરૂપ બને છે.
સાંજે જ્ઞાન મંદિરમાં મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સામૂહિક ગુરુપૂજાથી કરવામાં આવી હતી, ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગના ગાયક જગતિજીના નેતૃત્વમાં ભજન, સંગીત અને ધ્યાનનો ભક્તિમય સત્સંગ યોજાયો હતો. કાર્યક્રમનું સમાપન મહાપ્રસાદ સાથે કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઉજવણીમાં અંદાજે 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યોજાયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને ભક્તિ, ધ્યાન અને સત્સંગ દ્વારા આંતરિક શાંતિ, આનંદ અને કૃતજ્ઞતાનો અનોખો અનુભવ કરાવ્યો હતો. VNI NEWS, Art of Living Ahmedabad, Guru Purnima 2026, Sri Sri Ravi Shankar, Sudarshan Kriya, Mahasatsang, Ahmedabad Spiritual Event, Art of Living, Guru Purnima, Ahmedabad, Spirituality, Gujarat News, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *