~ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગે સમગ્ર રાજ્યમાં ખાંડના સ્ટોક લિમિટની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરાઈ.

Gandhinagar, Gujarat, Aug 28 (VNI): ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાંડના સ્ટોક લિમિટની તપાસ શરૂ કરવામાં આવી છે.
નિયામક, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીની તપાસ ટીમ દ્વારા 27 ઓગસ્ટના રોજ રાજકોટ શહેરમાં ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટોક પત્રકમાં દર્શાવાયેલા જથ્થા સાથે સ્થળ પર હાજર ખાંડના જથ્થાનું મેળવણું કરવામાં આવ્યું હતું.
તપાસમાં ખાંડનો સ્ટોક નિર્ધારિત 4,000 ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં તેમજ ખાંડનો જથ્થો એક માસથી વધુ સમયથી સંગ્રહિત કરવામાં આવ્યો નથી તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ખાંડના તમામ વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના સંબંધિત પોર્ટલ પર ખાંડનો જથ્થો નિયમિત રીતે અપલોડ કરવા સૂચના આપવામાં આવી હતી.
પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા સઘન ચેકિંગને પગલે ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં ખાંડના ભાવો નિયંત્રણમાં રહે અને ગેરકાયદે સંગ્રહ અટકાવવામાં આવે તે માટે તપાસની કામગીરી આગળ પણ ચાલુ રહેશે. VNI NEWS, Gujarat Sugar Prices, Sugar Stock Limit, Gujarat Supply Department, Sugar Dealers, Sugar Traders, Rajkot Sugar Checking, Sugar Hoarding, Black Marketing, Gujarat Food Supply, sugar stock limit Gujarat, Gujarat Supply Department sugar checking, Rajkot sugar dealers, sugar hoarding Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *