~૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં અંદાજિત ૩૪.૩૫ ટકા મતદાન નોંધાયું. મતગણતરી ૩ ઓગસ્ટે ભારતીય વિદ્યા ભવન, મકરપુરા ખાતે યોજાશે.

Gandhinagar, Gujarat, July 30 (VNI): ગુજરાતની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ગુરુવારે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં મતદાન પૂર્ણ થયું. કેન્દ્રીય ચૂંટણી પંચની નવી પહેલ હેઠળ મતદાન મથકોના પ્રિસાઇડિંગ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાંજે ૫:૦૦ વાગ્યા સુધી અંદાજિત ૩૪.૩૫ ટકા મતદાન નોંધાયું છે.

આ પેટાચૂંટણીની મતગણતરી આગામી ૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હાથ ધરાશે. મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું હતું. મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથકે ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં EVM પર મોક પોલ યોજવામાં આવ્યો હતો. સમગ્ર મતવિસ્તારમાં ૬૨ સ્થળોએ કુલ ૨૬૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં સરેરાશ દરેક મથકે ૮૪૪ મતદારોને આવરી લેવામાં આવ્યા હતા.
મતદારોની સુવિધા માટે તમામ મતદાન મથકો પર રેમ્પ, પીવાનું પાણી, વીજળી અને શૌચાલય સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સર્વસમાવેશી ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે બે મતદાન મથકો સંપૂર્ણપણે મહિલા સ્ટાફ દ્વારા અને બે મતદાન મથકો દિવ્યાંગ સ્ટાફ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પાંચ આદર્શ મતદાન મથકો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી દરમિયાન EVM અને VVPATના સુરક્ષિત સંચાલન તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભારતીય વિદ્યા ભવન, મકરપુરાને ડિસ્પેચ સેન્ટર, રિસિપ્ટ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્ર તરીકે નિયત કરવામાં આવ્યું છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમમાંથી સમગ્ર મતદાન પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી હતી. VNI NEWS, Manjalpur Bypoll 2026, Gujarat By Election, Manjalpur Voting Percentage, Gujarat Election, EVM, VVPAT
Manjalpur, Bypoll 2026, Voting, Election Commission, Vadodara, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *