~ગુજરાત યુનિવર્સિટીમાં PM USHA અંતર્ગત 11 આંતરરાષ્ટ્રીય પરિષદોના સિંગલ પોર્ટલનું લોન્ચિંગ થયું. પરિષદો 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
Ahmedabad, Gujarat, Sep 05 (VNI): શિક્ષક દિનની ઉજવણીના અવસરે ગુજરાત યુનિવર્સિટી ખાતે PM USHA અંતર્ગત આયોજિત 11 આંતરરાષ્ટ્રીય પરિષદોની શ્રેણીના સિંગલ પોર્ટલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય પરિષદો 14થી 25 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે.
કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના પ્રાર્થના સાથે થઈ હતી. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) જગદીશ જોશી, IQACના ડાયરેક્ટર ડૉ. સી. જી. બ્રહ્મભટ્ટ, જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. મમતા બ્રહ્મભટ્ટ, આયોજક અને રોલવાલા કમ્પ્યુટર સેન્ટરના અધ્યક્ષ ડૉ. બી. એસ. અગ્રવાલ સહિત વિવિધ અનુસ્નાતક ભવનોના અધ્યક્ષો, અધ્યાપકો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આયોજક અને સંયોજક ડૉ. બી. એસ. અગ્રવાલે સ્વાગત પ્રવચન દ્વારા પરિષદ શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી. IQACના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. મમતા બ્રહ્મભટ્ટે “Bridging Bharatiya Gyan Parampara with Contemporary Global Disciplines: Viksit Bharat 2047” મુખ્ય થીમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે પરિષદો ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક વૈશ્વિક વિદ્યાશાખાઓ સાથે સાંકળીને ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને આગળ વધારશે. સિંગલ પોર્ટલથી તમામ 11 પરિષદોનું રજીસ્ટ્રેશન, સંશોધન પેપર સબમિશન અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરળતાથી સંચાલિત થઈ શકશે.
આ પરિષદોમાં દેશ-વિદેશના શિક્ષણવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગ નિષ્ણાતો, નીતિનિર્માતાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે. Indian Knowledge Systems (IKS)ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય દર્શન, વિજ્ઞાન, ગણિત, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ભાષા, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, પર્યાવરણ અને પરંપરાગત જ્ઞાનને આધુનિક શિક્ષણ, સંશોધન, ટેકનોલોજી અને નવીનતા સાથે સાંકળવાના વિવિધ પાસાઓ પર ચર્ચા થશે.
11 આંતરરાષ્ટ્રીય પરિષદોના મુખ્ય વિષયો: Literature as Knowledge, Indian Knowledge Systems and Libraries in the Digital Era, Bharatiya Knowledge Systems and Prabandhan, Sustainable Development through Indigenous Knowledge, Sanskrit and Interdisciplinary Discourse, Indian Knowledge Systems and Contemporary Legal Paradigms, Reimagining Global Commerce, PHYS-CHEM: Ancient Indian Knowledge Systems to Viksit Bharat @ 2047, Cyber Threats and Forensic Intelligence, Bharatiya Wisdom and Contemporary Biosciences અને NEP-2020 Implementation: Opportunities and Challenges.
KCGના સહયોગથી યોજાતી આ પરિષદો ગુજરાત યુનિવર્સિટીના વૈશ્વિક શૈક્ષણિક જોડાણો અને આંતરરાષ્ટ્રીયકરણને વધુ મજબૂત બનાવવાની સાથે વિદ્યાર્થીઓ અને સંશોધકોને વૈશ્વિક જ્ઞાન, સંશોધન અને નવીનતાના નવા આયામોથી પરિચિત કરાવશે. યુનિવર્સિટીએ ભવિષ્યમાં પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને નિષ્ણાતો સાથે સહયોગ વધારી વધુ શૈક્ષણિક કાર્યક્રમો યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ પહેલ ગુજરાત યુનિવર્સિટીના ‘Local to Global’ અભિગમને વેગ આપવાની સાથે ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક વૈશ્વિક શિક્ષણ સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. VNI NEWS, Gujarat University, International Conferences 2026, PM USHA, Indian Knowledge Systems, Viksit Bharat 2047, Ahmedabad, IKS, Higher Education, Ahmedabad, VNINews, VNINews.com
