~અમદાવાદના શેલા વિસ્તારમાં ઈન્દિરા આવાસના 36 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. વરસાદ વચ્ચે માર્ગો ખુલ્લા કરાયા અને જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું.

Ahmedabad, Gujarat, July 24 (VNI): અમદાવાદ જિલ્લાના શેલા વિસ્તારમાં આવેલી ઈન્દિરા આવાસ યોજનામાંથી 36 અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત રીતે શેલા પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને રહેવા, ભોજન અને અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાલ તમામ નાગરિકો સુરક્ષિત અને કુશળ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
વરસાદના કારણે સાણંદ-નળસરોવર માર્ગ તેમજ વિરમગામના વનથલ-જાલમપુરા રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ બનતા તંત્રની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષો દૂર કરીને બંને માર્ગો પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત અને સુરક્ષિત રીતે શરૂ કરાવ્યો છે.
આ ઉપરાંત, સાણંદ-બાવળા હાઇવે પર ડિવાઈડર સુધી પાણી ભરાઈ જતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિવાઈડર તોડી પાણીના ઝડપી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે માર્ગ પરની સ્થિતિ સામાન્ય બનાવવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે જિલ્લામાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સંપૂર્ણ સતર્ક અને સજ્જ છે. નાગરિકોને વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા તેમજ કોઈપણ ઇમરજન્સી સર્જાય તો સરકારી હેલ્પલાઈનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. VNI NEWS, Ahmedabad Rain, Shela Indira Awas, Rain Relief Gujarat, Ahmedabad Administration, Gujarat Monsoon, Ahmedabad, Shela, Rain Relief, Disaster Management, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *