~રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિન નિમિત્તે અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમ યોજાયો, જેમાં તેમણે પોતાની સાહિત્યિક સફર રજૂ કરી.

Ahmedabad, Gujarat, Sep 01 (VNI): વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’ના 80મા જન્મદિન નિમિત્તે મંગળવારે અમદાવાદમાં ‘શબ્દજયોતિ’ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
‘શબ્દજયોતિ’ અંતર્ગત રમેશ ર. દવેએ પોતાના જીવન અને સાહિત્યસર્જનની સફર વિશે વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે અનેક સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
પોતાના વક્તવ્યમાં રમેશ ર. દવેએ પરિવાર અંગે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ કુટુંબ માટે ‘બિલીપત્ર’ શબ્દનો ઉપયોગ કરે છે અને ‘બિલીપત્ર’નું પાંચમું પર્ણ ગુજરાતી સાહિત્ય પરિષદ છે. તેમણે પોતાની શાળાના પ્રવાસો અને વૃક્ષો વાવવા-ઉછેરવાના શોખની પણ વાત કરી હતી. સાહિત્યસર્જનની સાથે તેમનો વૃક્ષપ્રેમ પણ વધતો ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રમેશ ર. દવેએ જણાવ્યું હતું કે તેમની પ્રથમ લઘુકથા ‘કુમાર’માં પ્રગટ થઈ હતી અને તેમના સાહિત્યસર્જનની શરૂઆત વાર્તાથી થઈ હતી. ‘પૃથ્વિ’ તેમની પ્રથમ નવલકથા હતી. ત્યારબાદ તેમણે વિવેચન ક્ષેત્રે પણ સર્જનાત્મક યોગદાન આપ્યું હતું. VNI NEWS, Ramesh R Dave, Tarunprabhasuri, Shabdajyoti, Gujarati Literature, Gujarati Sahitya, Gujarati Sahitya Parishad, Gujarati Author, Ahmedabad Literary Event, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *